Banaskantha : અનુસુચિત જાતિના બહિષ્કાર મુદ્દે સરપંચ સહિત 14 સામે ફરિયાદ

કરિયાણાની દુકાન હોય કે ફ્લોર ફેક્ટરી દરેક પ્રકારે અનુસૂચિત જાતિના લોકો સાથે વ્યવહાર બંધ કરી દેવાયો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 28, 2021 | 8:32 AM

Banaskantha ના નળાસર ગામે અનુસૂચિત જાતિના પરિવારોના બહિષ્કાર મુદ્દે Tv9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.પાલનપુર તાલુકા પોલીસે 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરવામાં મહત્વનો ભાગ ભજવનાર સરપંચ પતિ સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પાલનપુરના નળાસર ગામે અનુસૂચિત જાતિના લોકોનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. કરિયાણાની દુકાન હોય કે ફ્લોર ફેક્ટરી દરેક પ્રકારે અનુસૂચિત જાતિના લોકો સાથે વ્યવહાર બંધ કરી દેવાયો છે. અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે ગામમાં તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તેઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બાળકોને પાલનપુર શિક્ષણ માટે જવા વાહનચાલકો પણ તેમનો બહિષ્કાર કરી રહ્યા છે.

પોતાની સાથે થઈ રહેલા અત્યાચાર મામલે સમાજના આગેવાનો જિલ્લા મથકે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા સુધી રજૂઆતો કરી હતી. જે અંગે Tv9એ પણ ગઈકાલે અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું.પોલીસે તાત્કાલિક ધોરણે અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરવામાં મહત્વનો ભાગ ભજવનાર સરપંચ પતિ સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tv9ના અહેવાલ બાદ બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર અનુસૂચિત જાતિ પર થયેલા અત્યાચાર મામલે એલર્ટ બની કાયદેસરની કાર્યવાહી કરી. પાલનપુર તાલુકાના નળાસર ગામે અનુસૂચિત જાતિના લોકોનો ગામ દ્વારા કરેલા બહિષ્કાર માં જે આગેવાનોની મુખ્ય ભૂમિકા હતી તેમની સામે એટ્રોસિટી તેમજ નાગરિક અધિકાર અધિનિયમ 1955 મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પાલનપુર તાલુકાના નળાસર ગામે અનુસૂચિત જાતિના લોકોનો ગામ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યું ગામના અનુસૂચિત જાતિના લોકોના સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો. ગામની કરીયાણા ની દૂકાન થી લઇ વાળંદ સુધી તેમની સેવા આપવાનો ઇનકાર કર્યો છે. ગામના અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે ગામમાં તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તેઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બાળકોને પાલનપુર શિક્ષણ માટે જવા વાહનચાલકો પણ તેમનો બહિષ્કાર કરી રહ્યા છે. જેના કારણે અપરંપાર મુશ્કેલી વચ્ચે તેઓ જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">