લમ્પીગ્રસ્ત આખલાને રસી આપવી પડી ભારે, આધેડને શિંગડે ભરાવી હવામાં ફંગોળી દીધો, જુઓ Video

ગુજરાતમાં (Gujarat) લમ્પી વાયરસનો કેર યથાવત છે. અત્યાર સુધીમા 23 જિલ્લામાં લમ્પી વાયરસ (Lumpy virus) પહોંચી ચુક્યો છે. ગુજરાતમાં દિવસે દિવસે લમ્પી સંક્રમિત કેસોની સંખ્યા વધતી જઇ રહી છે. રાજ્યમાં એક દિવસમાં લમ્પીના નવા 2517 કેસ નોંધાયા છે

લમ્પીગ્રસ્ત આખલાને રસી આપવી પડી ભારે, આધેડને શિંગડે ભરાવી હવામાં ફંગોળી દીધો, જુઓ Video
રસીકરણની કામગીરી દરમિયાન આખલાનો જીવદયાપ્રેમી પર હુમલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 5:31 PM

ગુજરાતમાં (Gujarat) લમ્પી વાયરસે (Lumpy virus) કહેર મચાવ્યો છે. હજારોની સંખ્યામાં પશુઓ લમ્પીની ચપેટમાં આવી રહ્યા છે. રાજ્યમાં લમ્પી વાયરસનો વ્યાપ સતત વકરતા રાજ્ય સરકાર દ્વારા પશુઓના રસીકરણની (Vaccination) કામગીરી શરુ કરવામાં આવી છે. ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ ચેપગ્રસ્ત પશુઓ પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે. જો કે બનાસકાંઠામાં (Banaskantha) લાખણી પાસેના એક ગામમાં એક આખલાનું (bull) રસીકરણ કરવુ જીવદયાપ્રેમીઓને ભારે પડી ગયુ. રસીકરણ કરવા જતા આખલાએ અનેક લોકોને અડફેટે લઇ લીધા.

ઉશ્કેરાયેલા આખલાએ આતંક મચાવ્યો

બનાસકાંઠામાં લમ્પીગ્રસ્ત પશુઓના રસીકરણ દરમિયાન ઉશ્કેરાયેલા આખલાએ આતંક મચાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના લાખણી પાસેના કુડા ગામમાં આવેલી ગૌશાળામાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી હતી. જો કે રસીકરણની કામગીરી દરમિયામ એક આખલાએ લોકોને અડફેટે લેવાનું શરુ કરી દીધુ હતુ. રસીકરણની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક લમ્પીગ્રસ્ત આખલો ઉશ્કેરાઇ ગયો હતો. તેમ છતાં પશુઓની સેવા કરતા જીવદયા પ્રેમીઓ તેને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ એવા પ્રયત્નોમાં લાગેલા હતા કે તેને રસી મળી જાય. પરંતુ આખલો એટલો ઉશ્કેરાયો હતો કે, તેણે એક આધેડને શિંગડે ભરાવીને હવામાં ફંગોળી દીધા હતા. નીચે પટકાયેલા આધેડને કમરના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સિવાયના પણ કેટલાક લોકો આખલાના અડફેટે આવતા બચી ગયા હતા.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

લમ્પીના નવા 2517 કેસ નોંધાયા

ગુજરાતમાં લમ્પી વાયરસનો કેર યથાવત છે. અત્યાર સુધીમા 23 જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચી ચુક્યો છે. ગુજરાતમાં દિવસે દિવસે લમ્પી સંક્રમિત કેસોની સંખ્યા વધતી જઇ રહી છે. રાજ્યમાં એક દિવસમાં લમ્પીના નવા 2517 કેસ નોંધાયા છે જ્યારે એક દિવસમાં કુલ 149 પશુઓના લમ્પીના કારણે મોત થયા છે. વધુ 149 પશુઓ લમ્પી સામે જંગ હારી જતાં કુલ મોતનો આંકડો વધીને 2782 પર પહોંચી ગયો છે. એક દિવસમાં સૌથી વધુ કચ્છમાં 67 પશુના મોત નોંધાયા હતા. જ્યારે ભાવનગરમાં 20 અને રાજકોટમાં 19 પશુના મોત થયા છે. તો એક દિવસમાં બનાસકાંઠામાં 1076 પશુ લમ્પીથી અસરગ્રસ્ત થયા હતા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">