ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના પાણીથી ભરવા રાજ્ય સરકારે 550 કરોડ રૂપિયાની મહત્વની યોજના જાહેર કરી, કેબિનેટમાં લેવાયો નિર્ણય

યોજનાથી મુક્તેશ્વર જળાશય ઉપરાંત કરમાવદ તળાવ ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૯ તાલુકાના કુલ ૯૭ ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે. જેનાથી કોરાધાકોર રહેતા ગ્રામ્ય વિસ્તારના તળાવો પણ પાણીથી છલકાઈ ઉઠશે.

ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના પાણીથી ભરવા રાજ્ય સરકારે 550 કરોડ રૂપિયાની મહત્વની યોજના જાહેર કરી, કેબિનેટમાં લેવાયો નિર્ણય
Mukteshwer જળાશય અને કરમાવદ તળાવ ભરાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 8:35 PM

ઉત્તર ગુજરાતમાં 97 ગામોના તળાવોને નર્મદા (Narmada) ના નીર વડે ભરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબીનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે આ અંગેની જાણકારી રાજ્ય સરકાર ના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) એ આપી હતી કે, ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓના 9 તાલુકાઓના 97 ગામના તળાવ સુધી રાજ્ય સરકાર નર્મદાના નીર પહોંચાડશે. આ માટે સરકાર દ્વારા સાડા પાંચ અબજ રુપિયાનો ખર્ચ કરીને આ યોજના અમલમાં મુકવામાં આવશે. આમ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તળાવો છલોછલ રહેવાથી રાહત સર્જાશે. આ યોજના હેઠળ પાઈપ લાઈન મારફતે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રાના કરમાવદ તળાવ સુધી નર્મદાનુ પાણી પહોંચાડાશે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જીલ્લામાં સિંચાઈની સુવિધા પુરી પાડવા માટે થઈને આ મહત્વની યોજના અંગે નિર્ણય લેવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના અને વડગામના સ્થાનિકો તેમજ કિસાન સંઘ દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી અને કરમાવદ તળાવ ભરવા માટે મુખ્યપ્રધાને નિર્ણય લીધો હતો.

બનાસકાંઠા જિલ્લાના જલોત્રામાં આવેલ કરમાવદ તળાવ સુધી નર્મદાનુ પાણી પહોંચાડવામાં આવશે. આ માટે નર્મદાની મુખ્ય નહેરની સાંકળ 311 કિમી થી ઓફટેક થતી મોઢેરા થી મોટીદાઉ સુધીની એમ.એસ પાઇપલાઇનને લંબાવાશે. મુક્તેશ્વર જળાશય અને ત્યાંથી કરમાવદ તળાવને જોડતી પાઈપલાઈનની યોજના અમલમાં આવશે. આ માટે રાજ્ય સરકારે 550 કરોડ રુપિયાની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મુક્તેશ્વર જળાશય સુધી 200 ક્યૂસેકની ક્ષમતાની પાઈપ

મહેસાણાના મોટી દાઉ થી જલોત્રા સુધીની આશરે 70 કિમી લાંબી એમએસ પાઈપલાઈન નાંખવામાં આવશે. જેમાં પ્રથમ ફેસ મુક્તેશ્વર જળાશય સુધીનો 200 ક્યૂસેક પાણીની વહનક્ષમતા ધરાવતી પાઈપ લાઈન આધારીત હશે. જ્યારે બીજા ફેસમાં મુક્તેશ્વરથી કરમાવદ તળાવ સુધીની પાઈપ લાઈન 100 ક્યૂસેક પાણીની વહનક્ષમતા ધરાવતી હશે. યોજના થકી મોટી દાઉ થી આશરે ૨૮૦ મીટરની ઉંચાઇ પર નર્મદાનું પાણી લીફ્ટ કરી કરમાવદ તળાવ સુધી પહોંચાડવામાં આવશે.

પ્રધાન વાઘાણી એ કહ્યુ હતુ કે, આ નવિન યોજનાથી કરમાવદ તળાવ ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના ૯ તાલુકાના કુલ ૯૭ ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે. જેનાથી કોરાધાકોર રહેતા ગ્રામ્ય વિસ્તારના તળાવો પણ પાણીથી છલકાઈ ઉઠશે. આમ પાટણ અને બનાસકાંઠા વિસ્તારને મોટી રાહત ભરેલા તળાવોને લઈ રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">