BANASKANTHA:સેરોગેસી માતા બનાવી ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિથી થશે કાંકરેજી ગાયનું સંવર્ધન

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા સારી ઓલાદની કાંકરેજી ગાય, કે જે દિવસનું 20 થી 25 લીટર દૂધ આપે છે, તેના ગર્ભમાં સારા બળદ પાસે ગર્ભ તૈયાર કરાવી તે અંડાશય દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં મુકવામાં આવશે.

BANASKANTHA:સેરોગેસી માતા બનાવી ગર્ભ પ્રત્યારોપણ પદ્ધતિથી થશે કાંકરેજી ગાયનું સંવર્ધન
BANASKANTHA: Breeding of Kankreji cows will be done by surrogacy mother making embryo transplant method
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 23, 2021 | 11:43 AM

BANASKANTHA: દેશી કાંકરેજી ગાય (Kankreji cow) હવે 20 થી વધુ લીટર દૂધ આપતા બચ્ચાને જન્મ આપશે. મોટાભાગે લોકો ગાય દૂધ ઓછું આપતી હોવાથી તેનો ઉછેર કરતા નથી. લોકો દેશી કાંકરેજી ગાયનો ઉછેર કરતા થાય તે માટે ગર્ભ પ્રત્યારોપણ પધ્ધતિ (embryo transplant method) ની મદદથી હવે દેશી અને ઓછું દૂધ આપતી કાંકરેજી ગાય સેરોગેસી માતા (surrogacy mother) બનશે. સારી ઓલાદની ગાયના ગર્ભમાં અંડાશય તૈયાર કરી દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં તે ગર્ભ મૂકી સારી ઓલદની દેશી કાંકરેજી ગાય તૈયાર કરવામાં આવશે. જેનો પ્રથમ પ્રયોગ બનાસ ડેરી (Banas Dairy)એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (National Dairy Development Board)ના વૈજ્ઞાનિકો સાથે મળી કામગીરી હાથધરી છે.

NDDB ના વૈજ્ઞાનિક કરી રહ્યા છે દેશી કાંકરેજી ગાયના સંવર્ધન માટે કામ દેશી ગાયની ઘટતી સંખ્યાનું સૌથી મોટું કારણ તેનું ઓછું દૂધ છે. બનાસકાંઠા (BANASKANTHA)ની પ્રખ્યાત કાંકરેજી ગાય (Kankreji cow) હવે ઓછી થઈ છે. લોકો દેશી ગાયનો ઉછેર અને પાલનપોષણ કરતા થાય તે માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથે મળી બનાસ ડેરીએ કાંકરેજી ગાયની ઉચ્ચત્તમ બ્રિડ તૈયાર કરવાની કામગીરી હાથધરી છે. જે મામલે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિક સિધ્ધાર્થ રોય જણાવ્યું હતું કે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી ની મદદથી સારી ઓલાદની કાંકરેજી ગાય પેદા થશે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા સારી ઓલાદની કાંકરેજી ગાય, કે જે દિવસનું 20 થી 25 લીટર દૂધ આપે છે, તેના ગર્ભમાં સારા બળદ પાસે ગર્ભ તૈયાર કરાવી તે અંડાશય દેશી કાંકરેજી ગાયના ગર્ભમાં મુકવામાં આવશે. જેથી ઓછું દૂધ આપતી ગાયના ગર્ભમાં 20 લીટરથી વધુ દૂધ આપતું બાળક પેદા થશે. બનાસકાંઠાની દેશી કાંકરેજી ગાય આ પદ્ધતિના ઉપયોગ થકી સારૂ દૂધ આપતી થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
BANASKANTHA: Breeding of Kankreji cows will be done by surrogacy mother making embryo transplant method

BANASKANTHA: Breeding of Kankreji cows will be done by surrogacy mother making embryo transplant method

બનાસની ઓળખ સમાન દેશી કાંકરેજી ગાયનું સંવર્ધન કરવું જરૂરી : શંકર ચૌધરી દેશી કાંકરેજી ગાય (Kankreji cow) બનાસકાંઠાની ઓળખ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઓછું દૂધ આપતી હોવાથી દેશી કાંકરેજ ગાય લોકો રાખતા નથી. જે મામલે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી (Shankar Chaudhary)એ જણાવ્યું હતું કે લોકો દેશી કાંકરેજ ગાયનો ઉછેર કરતા થાય તે માટે બનાસ ડેરીએ ઉચ્ચ ગુણવત્તાવાળી દેશી કાંકરેજી ગાયના સંવર્ધન કરવાની કામગીરી હાથધરી છે.

સેરોગેસી માતા બનશે બનાસકાંઠા ની દેશી કાંકરેજી ગાય દેશી અને ઓછું દૂધ આપતી ગાય હવે સેરોગેસી માતા બનશે. સારી ઓલાદની ગાયમાં તૈયાર થયેલો ગર્ભ દેશી ગાયના ગર્ભમાં વિકસિત થશે. જેથી દેશી ગાય કે, જે ઓછું દૂધ આપે છે પરંતુ તેના થકી આ ટેકનોલોજીથી પેદા થયેલી ઓલાદ ગુણવત્તાસભર અને વધુ દૂધ આપતી થશે. જેથી દેશી કાંકરેજી ગાયનું સંવર્ધન ઝડપી બનશે. પશુપાલકો દેશી કાંકરેજી ગાય વધુ પ્રમાણમાં રાખતા થશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">