BANASKATHA : ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકો વેતનથી વંચિત, શ્રમિકોના 7 કરોડથી વધુની મજૂરી બાકી

બેરોજગારો ગ્રામીણ સ્તરે ચાલતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાયદો 2005 હેઠળ મજૂરીએ તો જાય છે. પરંતુ તેમને વેતન મળતું નથી. જેના કારણે જિલ્લામાં મનરેગા હેઠળ મજૂરી કરતા શ્રમિકો છેલ્લા બે માસથી વેતન વંચિત બેઠા છે.

BANASKATHA : ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકો વેતનથી વંચિત, શ્રમિકોના 7 કરોડથી વધુની મજૂરી બાકી
BANASKATHA: MNREGA workers
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:07 PM

BANASKATHA :કોરોના મહામારી બાદ સૌથી મોટી કપરી પરિસ્થિતિ રોજગારીને લઈને છે. બેરોજગારો ગ્રામીણ સ્તરે ચાલતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાયદો 2005 હેઠળ મજૂરીએ તો જાય છે. પરંતુ તેમને વેતન મળતું નથી. જેના કારણે જિલ્લામાં મનરેગા હેઠળ મજૂરી કરતા શ્રમિકો છેલ્લા બે માસથી વેતન વંચિત બેઠા છે. જીલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા 20434 મજૂરોના 7 કરોડ 88 લાખ જેટલી માતબર રકમ ગ્રાન્ટના અભાવે બાકી છે.

ગ્રામીણ વિસ્તારમાં કોરોના બાદ રોજગારી માટે મનરેગા એક વિકલ્પ

લોકોને ગ્રામ્ય સ્તરે જ રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદો બનાવવામાં આવ્યો હતો. જે બાદ આ કાયદાને કારણે 100 દિવસ સુધી લોકોને ગ્રામીણ સ્તરે જ રોજગારી આપવાની સરકાર બાંહેધરી આપે છે. કોરોના મહામારી બાદ મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેના કારણે લોકો મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં કામ કરવા માટે મજબૂર છે. અન્ય નોકરી અને ધંધા-રોજગાર ઠપ્પ થવાથી સ્થાનિક લોકો મનરેગાના કામમાં મજૂરી કરી નાણાં મળી શકે તે માટે મહેનત કરી રહ્યા છે. જેના કારણે મનરેગામાં કોરોના મહામારી બાદ કામ કરતા શ્રમિકોની સંખ્યા પણ વધી છે.

છેલ્લા બે માસ થી મજૂરોને નથી મળી તેમની મજૂરી બનાસકાંઠા જિલ્લામાં 20434 શ્રમિકો મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં કામગીરી કરી રહ્યા છે. ઉનાળાના આકરા તાપ પછી ગામની સીમમાં ખાડા ખોદી શ્રમિકો પરસેવો પાડી છે. અન્ય કોઈ રોજગારી ન હોવાથી અનેક એવા પરિવાર છે કે જેમનું ગુજરાત અત્યારે મનરેગાની આવક પર ચાલી રહ્યું છે. મનરેગા અંતર્ગત મજૂરી કરી છતાં મજૂરીનું વેતન ન મળતા જિલ્લાના શ્રમિકો મુશ્કેલી વેઠી રહ્યા છે.

ગ્રાન્ટ ન હોવાથી શ્રમિકોને વેતન ચૂકવાયું નથી : જીલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા જિલ્લામાં મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમિકો નો સાત કરોડથી વધુનું વેતન બાકી છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે નું કહેવું છે કે ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકોનાં તેમનું વતન ચૂકવાયું નથી. આ મામલે સરકાર તેમજ વડી કચેરીનું લેખિત તેમજ મૌખિક ધ્યાન દોરવામાં આવ્યું છે. ગ્રાન્ટ જમા થતાં તમામ શ્રમિકોના ખાતામાં તેમનું મહેનતાણું જમા થઈ જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">