BANASKATHA : થરાદમાં મામલતદારે ફળોના ભાવ કર્યા નક્કી, વધુ ભાવ લેનાર વેપારી સામે કાર્યવાહી થશે

BANASKATHA : કોરોના વાયરસની બીજી લહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર જરૂરી તમામ નિર્ણયો લઈ યુધ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે.

BANASKATHA : થરાદમાં મામલતદારે ફળોના ભાવ કર્યા નક્કી, વધુ ભાવ લેનાર વેપારી સામે કાર્યવાહી થશે
થરાદમાં ફળોના ભાવો નક્કી કરાયા
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 7:23 PM

BANASKATHA : કોરોના વાયરસની બીજી લહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર જરૂરી તમામ નિર્ણયો લઈ યુધ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. આ રોગથી બચવા શરીરની હર્ડ ઇમ્યુનિટી પાવર તેમજ માનવ દેહને જરૂરી પોષક તત્વો હોવા જરૂરી છે તેવા ફાળો ના ભાવ આસમાને જતા ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે. જેથી થરાદ મામલતદાર ડી.એ.દરજીએ તમામ વેપારીઓ સાથે મળી ફળોના ભાવ નક્કી કર્યા છે. તેનાથી કોઈ વધારે ભાવ લેશે તો તેની સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીના સમયમાં ફળોના ભાવ પણ ડબલ અને ત્રણ ગણા જેટલા વધી ગયા હતા. જે નાળિયર , ચીકુ, નારંગી ,સંતરા એક મહિના પહેલા જે ભાવે મળતા હતા. તે અત્યારે ડબલ અને ત્રણ ગણા ભાવે મળતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની હાલત કફોડી બની હતી. જેના અનુસંધાને આજે થરાદ તાલુકાના ફળોના જથ્થાબંધ તથા છુટક વેપારીઓની સાથે મામતદારે બેઠક યોજી હતી. જેમાં ફળોના વેપાર સ્થળની મુલાકાત લઈ વેપારીઓ સાથે ચર્ચા કરી ફળોના છુટક ભાવો નક્કી કરવામાં આવ્યા છે.

ફળોના પ્રતિકિલો ભાવ નક્કી થયો, જે આ મુજબ રહેશે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જેમાં પ્રતિ કિ. લો. પ્રમાણે ભાવ આ મુજબ ભાવ છે, સંતરા ૧૬૦ થી ૧૭૦ રૂપિયા, મોસંબી ૧૪૦ થી ૧૫૦ રૂપિયા, સફરજન ૨૫૦ , લીલા નારિયેળ-એક નંગના ૬૦ થી ૭૦ રૂપિયા, માલ્ટા ૧૬૦ થી ૧૭૦ રૂપિયા, પાઈનેપલ ૭૦ રૂપિયા, ચીકુ ૪૦ થી ૫૦ રૂપિયા, બદામ કેરી ૬૦ રૂપિયા. આમ આ મુજબના ભાવ સર્વોનુમતે નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફળોના વેપારીઓને તેમના ફળના ધંધા સ્થળે ભાવનું બોર્ડ રાખવું પડશે તેમજ નિયત કરાયેલ ભાવ કરતાં કોઈ વેપારી દ્વારા વધુ ભાવ લેવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જથ્થાબંધ બજારમાં ઘટાડો થાય ત્યારે તે મુજબ ફળો નીચા ભાવથી વિતરણ કરવાનું રહેશે.

આ અંગે મામલતદાર ડી.એ.દરજીએ જણાવ્યું હતું કે થરાદના નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા દ્વારા તેમને લેખિત ફરિયાદ કરી હતી. થરાદમાં ફળોના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી ગરીબ લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ફરિયાદ બાબતે મામલતદાર તેમજ તેમની ટીમ હોલસેલ અને રીટેલ વેપારીને મળી હતી. જે બાદ તમામ ફળોના ભાવ નક્કી કરી જો તેના કરતાં વધુ ભાવ વેપારી લેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">