Banaskatha : અંબાજીની જનરલ હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરાયું, વેન્ટિલેન્ટરની તંગીથી દર્દીઓ પરેશાન

Banaskatha : દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે.

  • Tv9 Webdesk18
  • Published On - 15:40 PM, 25 Apr 2021
Banaskatha : અંબાજીની જનરલ હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરાયું, વેન્ટિલેન્ટરની તંગીથી દર્દીઓ પરેશાન
ફાઇલ

Banaskatha : દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. હાલ તબક્કે આ કોવીડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. હાલ તબક્કે આ કોવીડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 30 બેડ ઓક્સીજન વાળા અને 20 બેડ સાદા છે. જેમાં તમામ બેડ હાલ હાઉસફૂલ થઇ ગયા છે ને છતાં દર્દીઓનો ધસારો ચાલુ છે. જોકે હાલ તબક્કે ઓક્સીજન ઘટવાના લીધે દર્દીઓ મોટી સંખ્યામાં પરેશાન છે તેઓ અંબાજી પહોંચી રહ્યા છે. અને અંબાજી ખાતે ઓક્સીજનના જમ્બો સિલિન્ડર પાલનપુરથી લાવવામાં આવે છે પણ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી દર્દીઓના મોત પણ નીપજી રહ્યા છે. હમણાં સુધી આ હોસ્પિટલમાં 7 જેટલા કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં મહત્તમ વેન્ટિલેટરના અભાવે આ પરિસ્થતિ નિર્માણ થઇ છે. જેને લઈ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિજનો પણ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ઉભી કરવા માંગ કરી રહ્યા છે.

જોકે આ હોસ્પિટલમાં હમણાં સુધી 21 કોરોના દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇ પોતાના ઘરે ગયા છે. અને આ હોસ્પિટલમાં હાલ તબક્કે કુલ 6 ઉપરાંત તબીબો સારવાર આપી રહ્યા છે. અને ઓક્સીજનની પડતી મોટી હાલાકીને લઈ ઓક્સીજન પ્લાન્ટ નાખવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. જયારે વેન્ટિલેટર વગર કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે. તેને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ સમર્થન આપી રહ્યા છે. ત્યારે સરકાર વેન્ટિલેટર સહીત તેના તબીબોની નિષ્ણાત ટીમ અને લેબોરેટરી આપે તો આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા થઇ શકે તેમ છે.

આ જનરલ હોસ્પિટલમાં દર્દીઓ સહીત તેમના સગાવાલાઓને જમવાની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જેને અંબાજીના સ્વંય સેવકો પણ ટેકો કરી રહ્યા છે.અને હાલ વધતા જતા દર્દીઓને ધ્યાનમાં રાખી વધુ 30 બેડ ઓક્સીજન વાળા તૈયાર કરાઈ રહ્યા છે.અને જરૂર પડશે તો આ હોસ્પિટલમાં 100થી 150 બેડની પણ સુવિધા કરવામાં આવશે.