બનાસકાંઠા: બ્રિજ નિર્માણમાં પોલંપોલ, પાલનપુર ડીસા હાઈવે પર આવેલો બ્રિજ એક વર્ષમાં વચ્ચેથી બેસી ગયો- જુઓ વીડિયો
બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર આવેલો બ્રિજ નિર્માણ પામ્યાના એક વર્ષમાં જ વચ્ચેથી બેસી ગયો છે. બ્રિજ નિર્માણમાં પોલંપોલની નીતિ સ્પષ્ટપણે સામે આવી છે. હાલ કલેક્ટરે બ્રિજ બેસી જવા મામલે ડીએફસીસી પાસે લેખિતમાં રિપોર્ટ માગ્યો છે.
બનાસકાંઠામાં બ્રિજ નિર્માણના કામમાં ફરી પોલંપોલ સામે આવી છે. એક વર્ષ પહેલા જ બનેલો પાલનપુર ડીસા હાઈવે પરનો બ્રિજ વચ્ચેથી દબાઈ ગયો છે. બ્રિજ બન્યાના એક વર્ષમાં બે વાર બ્રિજ દબાઈ ગયો છે. આપને જણાવી દઈએ કે ડીએસી દ્વારા આ બ્રિજનું કામ કરવામાં આવ્યુ હતુ. તેમ છતા ભયજનક રીતે નીચે બેસી ગયો છે. જેના પગલે ગાંધીનગર આઈટી ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યુ. બ્રિજ દબાવવાના મામલે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિતમાં રિપોર્ટ માગ્યો છે.
બ્રિજ દબાઈ જતા વાહનચાલકો ભયભીત
તમને જણાવી દઈએ કે, બ્રિજ વચ્ચેથી દબાય જવાથી વાહન ચાલકો પટકાય અને ફંગોળાય રહ્યા છે. બ્રિજ બન્યા બાદ માલૂમ પડ્યું હતું કે, નીચેથી પસાર થતી ટ્રેન માટે બ્રિજની ઊંચાઈ નાની છે જેથી તેને ફરી ઉંચો કરવામાં આવ્યો હતો. બ્રિજની સ્થિતિ જોઈને ભાજપના પદાધિકારીનો રોષ પણ સાતમાં આસમાને પહોંચ્યો. હલકી ગુણવત્તાના કામને લઈને ભાજપના પદાધિકારીએ જ નારજગી વ્યક્ત કરી હતી.
બે મહિના પહેલા જ આરટીઓ સર્કલ પર બ્રિજના ગટર ધસી પડ્યા
બનાસકાંઠા જિલ્લામાં ત્રણ માસમાં આ બીજો બ્રિજ વિવાદમાં આવ્યો છે. આ પહેલા પાલનપુરના આરટીઓ સર્કલ પર બે માસ અગાઉ બ્રિજના ગડર ધસી પડવાની ઘટના બની હતી અને તેમાં બે લોકોના મોત થયા હતા જે મુદ્દો રાજ્ય વ્યાપી બન્યો હતો. કોન્ટ્રાક્ટર અને ઓથોરિટીની બેદરકારીને કારણે ગડર ઘસી પડતા બે લોકોના મોત થયા હતા જેમાં 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સરકાર દ્વારા બ્રિજના ડેપ્યુટી એન્જિનિયર ને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
આ પણ વાંચો: ભાજપના રામ મંદિર નેરેટિવનો સામનો કરવા કોંગ્રેસેની નવી રણનીતિ, ભારત જોડો ન્યાય યાત્રામાં ગણાવશે સરકારની ખામીઓ
હજુ એ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ ફરીથી પાલનપુર ડીસા હાઈવે પર બ્રિજ બેસી જવાની ઘટના બની છે. ત્યારે પ્રજા સવાલ કરી રહી છે કે, સારો બ્રીજ ક્યારે મળશે. બીજી તરફ બ્રિજ વધુ ન દબાય તે માટે તંત્ર દ્વારા અખતરા કરવામાં આવી રહ્યા છે.. બ્રિજની દિવાલોને બહારથી પાઈપ વડે સપોર્ટ આપવામાં આવ્યા છે. ત્યારે સવાલ થાય કે, આ રીતે કરવામાં આવેલા થૂકના સાંધા કેટલા સુરક્ષિત છે ?
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
