Banaskantha : દાંતીવાડા ડેમમાં નર્મદાના નીર ઠલવાયા, પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઉત્તર ગુજરાતમાં પશુપાલન ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે.નર્મદાની પાઇપ લાઇનથી બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં  પાણી આવી રહ્યું છે. જેમાંથી  હાલ દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે બાકીનું પાણી  સુજલામ સુફલામ કેનાલમાં  પાઇપલાઇનથી  વચ્ચે આવતા તળાવમાં છોડવાનું પણ આયોજન છે.

Banaskantha : દાંતીવાડા ડેમમાં નર્મદાના નીર ઠલવાયા, પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ
Banaskantha Dantiwada Dam (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 6:05 PM

ગુજરાતમાં બનાસકાંઠાની(Banaskantha) જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં(Dantiwada Dam)  પાઈપ લાઈન મારફતે નર્મદાના નીર(Narmada Water)  ઠાલવવામાં આવ્યા છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉનાળાના આકરા સમયમાં પશુઓના ઘાસચારા સુકાઈ જવાની અનેક ફરિયાદો ઉઠી હતી. આ ઘાસચારાને સૂકાતો બચાવવા પાણી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ હાલમાં પાઈપલાઈન મારફતે દાંતીવાડા ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ખેતી અને પશુધનને જીવનદાન મળશે. ઉત્તર ગુજરાતમાં પશુપાલન ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે.નર્મદાની પાઇપ લાઇનથી  હાલ દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે પાણી  સુજલામ સુફલામ કેનાલમાં  પાઇપલાઇનથી  વચ્ચે આવતા તળાવમાં છોડવાનું પણ આયોજન છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે. જેના પગલે દાંતીવાડાની વાત કરવામાં આવે તો હજુ જોઇએ તેટલું પાણી દાંતીવાડા ડેમમાં નથી. તેમજ 500 કરોડથી વધુના ખર્ચે નાખવામાં આવેલી નર્મદાની પાઇપલાઇનથી દાંતીવાડા ડેમમાં પાણી હાલ ભરવામાં આવી રહ્યું છે.

બનાસ નદી પર દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો છે

બનાસ નદી પર દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નિર્માણ પાછળનો હેતુ ગુજરાતમાં પૂરને નિયંત્રણ અને સિંચાઈ યોજનાઓના હેતુસર પાણી પૂરું પાડવાનું હતો. આ ડેમની ઊંચાઈ 61 મીટર અને લંબાઈ 4832 મીટર છે. આ ડેમ તેની મનોહર સુંદરતાને લીધે સમગ્ર દેશના કેટલાક મુલાકાતીઓએ આકર્ષ્યા છે. મુલાકાતીઓ ખાતરી કરે છે કે તેઓ ડેમ નજીક સ્થિત બાલારામ અંબાજી વાઇલ્ડ લાઇફ અભયારણ્યની મુલાકાત લે. ધરોઈ ડેમ અને દાંતીવાડા ડેમ વચ્ચે વિભાજન રેખા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પાલનપુરથી દાંતીવાડા ડેમનુ અંતર આશરે 23 કિ.મી. છે જે 14 માઇલ જેટલું છે. ઉનાળાના મહિનાઓ દરમિયાન તાપમાન આશરે ૨૩ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. શિયાળા દરમિયાન તમે આશરે 10 -36 ડિગ્રી સેલ્સિયસની અપેક્ષા રાખી શકો છો. પ્રવાસીઓ શ્રેષ્ઠ હવામાનનો અનુભવ કરવા માટે ઑક્ટોબરના થી માર્ચ મહિના દરમિયાન ડેમની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પીક સીઝનનો સમય ઓક્ટોબરથી ડિસેમ્બરના મહિનાનો છે.

ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં હાલ તો પાણીની સ્થિતિ વિકટ છે. જેના પગલે  સરકાર દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ સમયે ડેમોમાં નર્મદાના નીર ભરીને લોકોને રાહત આપવામાં પ્રયાસ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">