Banaskantha : માલધારીઓએ નોંધાવ્યો અનોખો વિરોધ, ગરીબોમાં વહેચ્યું દૂધ

ડીસામાં (Deesa) પણ માલધારીઓએ દૂધનો બગાડ ન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. માલધારી સમાજના લોકોએ દૂધને ઢોળી ન દેતા ગરીબોમાં આ દૂધ વહેંચીને દૂધનો બગાડ ન કરતા એક ઉમદા કાર્ય કર્યું હતું અને સ્થાનિકોએ તેમના આ કાર્યની પ્રશંસા  કરી હતી.

Banaskantha : માલધારીઓએ નોંધાવ્યો અનોખો વિરોધ, ગરીબોમાં વહેચ્યું દૂધ
બનાસકાંઠામાં માલધારીઓએ દૂધ વહેંચીને કર્યો વિરોધ
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Sep 21, 2022 | 11:46 AM

આજે ગુજરાતમાં માલધારીઓ  (Maldhari) દૂધનું વેચાણ ન કરીને સર્વત્ર વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ડીસામાં (Deesa) પણ માલધારીઓએ દૂધનો બગાડ ન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. માલધારી સમાજના લોકોએ દૂધને ઢોળી ન દેતા ગરીબોમાં આ દૂધ વહેંચીને દૂધનો બગાડ ન કરતા એક ઉમદા કાર્ય કર્યું હતું અને સ્થાનિકોએ તેમના આ કાર્યની પ્રશંસા  કરી હતી.

ઢોર નિયંત્રણ કાયદો પાછો લેવાની માગ સાથે વિરોધ

ઉપરાંત પડતર માંગણીઓના સંદર્ભે માલધારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  તેમજ સૂત્રોચ્ચાર કરીને માલધારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ  દૂધનો બગાડ ન કરતા  ગરીબોમાં તેનું વિતરણ કર્યું હતું તો બીજી તરફ સુરતમાં પણ  ઠેર ઠેર માલધારીઓના વિરોધ વચ્ચે એક સુંદર ઘટના સામે આવી હતી. જેમાં  માલધારીઓ દ્વારા હજારો લીટર દૂધનું પીલાણ કરવા માટે મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. પીલાણની પ્રક્રિયા  દરમિયાન દૂધની મલાઈ કાઢી ઘી બનાવવામાં આવે છે તે ઘીમાંથી લાડવા બનાવીને ગાય કૂતરાને ખવડાવવામાં આવશે. તેમજ દૂધની  વહેંચણી  જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવશે.

શ્રાદ્ધ પક્ષમાં જ જોવા મળી દૂધની અછત

તો રાજકોટ, સુરત સહિત ઘણા ઠેકાણે દૂધ સપ્લાય કરતા વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે. જેના કારણે શ્રાદ્ધના  દિવસો દરમિયાન લોકોને દૂધની અછત ઉભી થઈ હતી. જે લોકોએ શ્રાદ્ધ માટે ઘરે મહેમાનોને આમંત્રિત કર્યા છે અથવા તો શ્રાદ્ધ માટે ઘરે દૂધપાક બનાવવો હોય તેવા લોકોને આજના દિવસે  દૂધ ન મળતા  ઘણી સમસ્યા  સર્જાઈ હતી. આથી ઘણા માલધારી આગેવાનો દ્સવારા એવી અપીલ કરવામાં આવી હતી કે દૂધનો  બગાડ ન કરતા જૂરિયાતમંદ લોકોને દૂધની વહેચણી કવી જોઇએ. સમગ્ર રાજ્યમાં માલધારીઓ  (Maldhari) દ્વારા દૂધ વિતરણ બંધ રાખવામાં આવ્યું છે ત્યારે કેટલાક સ્થળોએથી હડતાળને  પગલે દૂધ  (Milk) ઢોળી  દેવાના અહેવાલ સામે આવ્યા હતા. દરમિયાન રાજકોટમાં  (Rajkot)  માલધારી આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે કે હડતાળ દરમિયાન દૂધ ઢોળ્યા વિના જ વિરોધ કરવો જોઈએ અને દૂધનો બગાડ કરવો નહીં.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati