VIDEO: દોઢ ઈંચ વરસાદમાં પાણી-પાણી થયુ પાલનપુર, નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી

દિયોદર, ડીસા (Deesa), લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ડીસામાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો.

VIDEO: દોઢ ઈંચ વરસાદમાં પાણી-પાણી થયુ પાલનપુર, નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી
Heavy rain in Palanpur
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 02, 2022 | 1:20 PM

બનાસકાંઠાનું (Banaskantha) મુખ્ય મથક પાલનપુર (Palanpur) ફક્ત દોઢ ઈંચ વરસાદમાં(Heavy Rain) જ પાણી પાણી થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદ શાંત થયાને કલાકો થવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. શહેરના સુખબાગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાલનપુરમાં જાણે પ્રિમોન્સૂન કામગીરી (Premonsoon Activity) થઈ જ ન હોય તેવા દ્રશ્યો જવા મળ્યા છે.લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. લોકોએ પાલિકાના સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો.

બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા સિઝનની શરૂઆતમાં જ  મનમૂકીને વરસ્યા હતા. દિયોદર, ડીસા,(Deesa)  લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ડીસામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. ડીસામાં પાંચ ઈંચ વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.રિયાણા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજુઆત કરવા છતા પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.ત્યારે તંત્રના પાપે હાલ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે.તો પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં (Railway Underbridge)  ત્રણ ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દિયોદરમાં સર્વાધિક 8 ઈંચ વરસાદથી બી.એમ. પટેલ વિધામંદિરમાં પાણી ભરાઈ ગયા.તો લાખણી પંથકના સંખ્યાબંધ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.દાંતામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીડી-મકોડી નદીમાં નવા નીર આવ્યા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati