BANASKANTHA : કોરોનાના કારણે મોત થતાં લોકો ભયભીત, ટેન્ટ નીચે સારવાર લેવા દર્દીઓ મજબૂર

સુમસામ ભાસી રહેલી ગલીઓ આફતનો ચિતાર સ્પષ્ટ વ્યક્ત કરી રહી છે. જુના ડીસા અને તેની આજુબાજુ ગામ માં કોરોના નું સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર માં આવેલા દવાખાના માં લોકો સારવાર લઈ મહામારી સમયે જીવ બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે

Rahul Vegda
| Edited By: | Updated on: May 09, 2021 | 9:47 PM

BANASKANTHA : ગ્રામીણ વિસ્તારોમાં વધેલા કોરોના કેસ આફત બન્યા છે. ઓછા ટેસ્ટિંગ અને ઓછી આરોગ્ય સુવિધાઓને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ગામડાઓમાં લોકો ટેન્ટ નીચે સારવાર લઈ કોરોનાથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે.

રાજ્યના શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારીના કારણે લોકો પરેશાન છે. બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા એવા જુનાડીસા ગામ ની વાત કરવામાં આવે તો કોરોના ની બીજી લહેર માં ગામના 50 થી વધુ લોકો મોતને ભેટતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે.

લોકો ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા છે જેથી ગામમાં સન્નાટો છે. સુમસામ ભાસી રહેલી ગલીઓ આફતનો ચિતાર સ્પષ્ટ વ્યક્ત કરી રહી છે. જુના ડીસા અને તેની આજુબાજુ ગામ માં કોરોના નું સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર માં આવેલા દવાખાના માં લોકો સારવાર લઈ મહામારી સમયે જીવ બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે. જુનાડીસા ગામ માં મોત નો આંકડો વધતા લોકો ભયભીત છે.

ગ્રામીણ વિસ્તારમાં લોકોની સ્થિતિ કફોડી છે. અનેક લોકો કોરોના સંક્રમણ થતાં સ્થાનિક ડોકટરો દ્વારા લોકોને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. શહેરના દવાખાનામાં બેડ નથી. જેથી જુનાડીસા અને તેની આજુબાજુના ગામના લોકોને ટેન્ટમાં સ્થાનિક ડૉકટર સારવાર આપી રહ્યા છે. લોકો પણ ટેન્ટ નીચે સારવાર લેવા મજબૂર છે. ટેન્ટ ના છાયામાં સારવાર મેળવી લોકો પોતાના જીવ બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે મહાનગર કરતા પણ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ કફોડી છે. ઉનાળાના આકરા તાપમાં માત્ર ટેન્ટ ની છાયામાં લોકો સારવાર લઈ પોતાના જીવ બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે.

ઓછા ટેસ્ટિંગ અને ઓછી આરોગ્ય સુવિધાઓને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ગામડાઓમાં લોકો ટેન્ટ નીચે સારવાર લઈ કોરોના થી બચવા પ્રયત્નો કરી રહ્યા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">