બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં રાજવી પરિવારના (royal family) વૃદ્ધાનું જમીન વિવાદમાં અપહરણ (Kidnapping) થયું હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજના થરામાં આવેલા વૃદ્ધાના ઘરેથી જ અપહરણ કરાવામાં આવ્યું હોવાની તેમના સાવકા પુત્રએ પોલીસ (police) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 90 વર્ષના રસીક કુંવરબા નામના વૃદ્ધાના પિયરપક્ષના 4 લોકોએ જ અપહરણ કર્યું છે. રસીક કુંવર બાનું તેમનું રાજકોટ જિલ્લાના ગઢકામાં આવેલું છે અને ગઢકાના 4 વ્યક્તિએ થરાથી અપહરણ કરીને તેમને અજાણ્યા સ્થળે છૂપાવી દીધા છે.
મળતી માહિતી પ્રમાણે, કાંકરેજના થરા ખાતે રહેતા રસિક કુંવરબાના પિયર ગઢકામાં તેમના પિતા લગધીરસિંહના વારસાની 42 એકર જમીન આવેલી છે. આ જમીન બાબતે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રસિક કુંવરબા 7 ઓક્ટોબરે થરામાં પરિવાર સાથે તેમના ઘરે હતા આ દરમિયાન પિયર પક્ષ ગઢકાના ગાયત્રીદેવી જાડેજા, રાજકોટ આત્મીય કૉલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિરાજસિંહ સોઢા અને લોધિકા તાલુકાના પારડીના રાજભા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ તેમનું અપહરણ કર્યું હતું. જેને લઈ બીજીપત્નીના પુત્ર ભગીરથસિંહ વાઘેલાએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
થરા દરબારગઢના મંગળસિંહ વાઘેલાના પ્રથમ લગ્ન ગઢકાના લગધીરસિંહ જાડેજાની દીકરી રસિકકુંવરબા સાથે થયા હતા. જોકે, તેમને સંતાન ન થતાં બીજા લગ્ન કાંકરેજના કસરા ગામે સુરેન્દ્રસિંહ ફતેસિંહ ગોહિલના દીકરી સાથે કર્યા હતા. આ બીજા પત્ની થકી પત્ની થકી મંગળસિંહ વાઘેલાને પાંચ સંતાન છે. જેમાંથી સૌથી મોટા પુત્ર ભગીરથ સિંહ વાઘેલાએ મોટા માતાના અપહરણની ફરિયાદ નોંધાવી છે. મોટા માતાનું અપહરણ થયું હોવાની જાણ થતાં ભગીરથસિંહ વાઘેલા અને તેમના ભાઇ વીરભદ્રસિંહ રાજકોટમાં ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજાના ઘરે ગયા હતા. જોકે, ત્યાં કોઇ હાજર ન હતું અને ઘરે તાળાં હતા અને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. અને તેમના જણાવ્યા પ્રમાણે ઇનોવા નં. જીજે. 03. 4032માં આવેલા ગઢકાના ગાયત્રીદેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિરાજસિંહ સોઢા અને લોધિકા તાલુકાના પારડીના રાજભા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રસિકકુંવરબાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.