BANASKATHA: દિયોદરમાં પત્નીએ ખોટા ડોક્યુમેન્ટના આધારે પતિથી છૂટાછેડા લીધા છે.
BANASKATHA: દિયોદરમાં પત્નીએ ખોટા ડોક્યુમેન્ટના આધારે પતિથી છૂટાછેડા લીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ પતિની જાણ બહાર પ્રેમી સાથે મળી ખોટા ડોક્યુમેન્ટને આધારે છૂટાછેડા લીધા હતા. આ આખું પ્રકરણ ત્યારે બહાર આવ્યું જયારે પત્ની પિયર ગઈ હતી. અને આવવાનું કહેતા પરત આવી ન હતી. પતિએ પત્ની, પ્રેમી, વકીલ અને સહયોગી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલાની તપાસ દિયોદર પોલીસે હાથ ધરી છે.