Banaskantha : ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખુલ્લું રહેશે, મહામેળાને લઇને હજુ અનિશ્ચિતતા

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે કે કેમ તેને લઈ હજી અનિશ્ચિતતા છે. અંબાજીના કલેક્ટરે કહ્યું કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:31 AM

Banaskantha : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે કે કેમ તેને લઈ હજી અનિશ્ચિતતા છે. અંબાજીના કલેક્ટરે કહ્યું કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. જે પણ નિર્ણય સરકાર કરશે તેનું વહીવટી તંત્ર પાલન કરશે. ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખુલ્લુ રહેશે. અંબાજી મંદિરમાં ભક્તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના કોરોના નિયમોનું કડક પાલન કરીને દર્શન કરી શકશે. કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ શક્યો નથી.

આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો 13 સપ્ટેમ્બરથી  20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવશે પરંતુ મેળાના આયોજનને લઇને હજું સુધી સરકાર દ્વારા  કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સરકાર દ્વારા હજુ મેળા મામલે કોઇ નિર્ણય ન લેવાતા માંય ભક્તો  નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે. જો કે ભાદરવી પૂનમના મેળાને લઇને હજુ સુધી કોઇ જ તૈયારી શરૂ ન થઇ હોવાથી મેળો નહીં યોજાય તેવા સંકેત સ્પષ્ટ મળી રહ્યાં છે.

ભાદરવી પૂનમના મેળાના લઇને અંબાજી સંઘના પ્રમુખ  અને કલેકટર આનંદ પટેલ સાથે વાતચીત કરવામાં આવી. જો કે તેમણે જણાવ્યું હતું કે, “કોરોનાની મહામારી અને થર્ડ વેવની દહેશત વચ્ચે મેળાનું આયોજન કરવું યોગ્ય નથી. પરંતુ આ મામલે આખરી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવશે, સરકારની જે ગાઇડ લાઇન હશે તે મુજબ આયોજન થશે. ”, ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસનો જ સમય બાકી છે પરંતુ આ મામલે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા ન કરવામાં આવતા મેળા ન યોજાય તેવા સંકેત હાલ તો મળી રહ્યાં છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">