Banaskantha : રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી ઝડપાયા હથિયારો, જુઓ કેટલો ઝડપાયો જથ્થો

પોલીસની બોર્ડર પર વાહન તપાસ દરમ્યાન બહાર આવ્યું કે હથિયારોનો આટલો મોટો જથ્થો ગુજરાતમાં દાખલ કરવામાં આવી રહ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 8:07 PM

Banaskantha : રાજસ્થાનની આબુરોડ (Abu road) રિકો પોલીસે (Police) રાજસ્થાન-ગુજરાત બોર્ડરથી હથિયારો ઝડપ્યા છે. પોલીસની બોર્ડર પર વાહન તપાસ દરમ્યાન બહાર આવ્યું કે હથિયારોનો આટલો મોટો જથ્થો ગુજરાતમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. તલવાર જેવા ઘાતક હથિયારોનો આટલો મોટો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી એક બસમાં તલવાર જેવા ઘાતક હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 225 જેટલી તલવારોને જોધપુરથી કાલોલ લઈ જવામાં આવી રહી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં તલવારો કોણે અને શા માટે મંગાવી હશે ? આટલી મોટી સંખ્યામાં મળતા ઘાતક હથિયારો ગુજરાતની શાંતિ અને કાયદો વ્યવસ્થાને પણ અસર કરી શકે છે. રાજસ્થાન પોલીસે હથિયારોનો કબ્જો લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: અંકલેશ્વર હાઇવે નજીક બિનવારસી બે ટ્રાવેલ બેગ મળી આવી ,બેગ ખોલી તો એવું શું નજરે પડ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

આ આપણ વાંચો: Spelling bee competition: સ્પર્ધામાં બે દાયકાથી ભારતીય વંશનાં સ્પર્ધકોનું સામ્રાજ્ય, આ વખતે પણ 9 ફાઇનાલિસ્ટ ભારતીય

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">