Banaskantha: 229 ગામમાં 2 હજાર 525 પશુઓ લમ્પીથી સંક્રમિત, અત્યાર સુધીમાં 51 પશુઓના મોત

બનાસકાંઠામાં (Banaskantha) 1 લાખ 48 હજાર 83 પશુઓનું વૅક્સીનેશન (Vaccination)કરાયું છે. તો બનાસકાંઠાના 1 હજાર 102 ગામમાં લમ્પી રોગનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

Banaskantha:  229 ગામમાં 2 હજાર 525 પશુઓ લમ્પીથી સંક્રમિત, અત્યાર સુધીમાં 51 પશુઓના મોત
એક દિવસમાં કુલ 149 પશુઓના લમ્પીના કારણે મોત
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Aug 01, 2022 | 10:12 AM

રાજ્યમાં લમ્પી વાયરસનો (Lumpy virus) કેર યથાવત્ છે. વાયરસના કારણે પશુઓ ટપોટપ મરી રહ્યા છે. જેના પગલે રાજ્યમાં પશુઓનું રસીકરણ (Vaccination) તેજગતિથી થઇ રહ્યુ છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં 229 ગામમાં 2 હજાર 525 પશુઓ લમ્પીથી સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં સરકારી ચોપડે 51 પશુઓના મોત નોંધાયા છે. 1 લાખ 48 હજાર 83 પશુઓનું વૅક્સીનેશન કરાયું છે. તો બનાસકાંઠાના 1 હજાર 102 ગામમાં લમ્પી રોગનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના મગરાવા ગામે પશુઓના મોતના આંકડાને લઈ પશુપાલકોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. સરકારી ચોપડે લમ્પી વાયરસથી માત્ર 50થી વધુ પશુઓના મોત છે. જયારે પશુપાલકો 100થી વધુ પશુઓના મોત થયા હોવાનો દાવો કરી રહ્યા છે. પશુઓના મૃતદેહનો તાત્કાલિક નિકાલ ન થતા ઠેર ઠેર પશુઓના મૃતદેહના ખડકલા જોવા મળ્યા. મૃત પશુઓને દફન કરવાની જગ્યાએ ખુલ્લામાં મૂકી દેતા વધુ લમ્પી વાયરસ ફેલાવવાનો ખતરો છે અને પશુઓના મોતથી ગામમાં રોગચાળો ફેલાય તેવી શકયતા છે. બીજી તરફ લમ્પી વાયરસના કારણે એક મહિનાથી દૂધ મંડળીમાં દૈનિક 400 લીટર દૂધ ઘટી જતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે.

લમ્પી વાયરસ જન્ય રોગ

લમ્પી સ્કીન ડીસીઝ (Skin disease)એ એક વાયરસ જન્ય રોગ છે. જે મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને પશુનુ મૃત્યુ પણ થઈ શકે છે.

મચ્છર અને જીવાત સહિત અન્ય જંતુઓ ચેપ ફેલાવે છે

લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) એક પ્રકારનો વાયરલ રોગ છે. જે મચ્છર, માખીઓ, જંતુઓ દ્વારા ફેલાય છે. આ જંતુઓ અને જીવાત ગાયની આસપાસ ફરે છે. તેઓ તેમના ખાવા-પીવાને પણ સંક્રમિત કરે છે. લમ્પી સ્કીન ડિસીઝ (એલએસડી) ને લીધે, ઢોરને ખૂબ તાવ, આંખો અને નાકમાંથી પાણી, મોંમાંથી વધુ પડતા ફીણ અને આખા શરીરમાં નાના ગઠ્ઠાઓ જોવા મળે છે. દૂધનું ઉત્પાદન ઘટે છે. ખોરાક ઓછો કરી દે છે. જેના કારણે ધીરે ધીરે ઢોર મૃત્યુ પામે છે. પશુપાલન અને ડેરી વિભાગ આ રોગ અને પશુઓની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati