BANASKANTHA : PMના મહત્વાકાંક્ષી જળ જીવન મિશનમાં પાલનપુરના પીંપળી ગામની પસંદગી, સરપંચ સાથે મોદીનો સંવાદ

ગાંધીજીના જન્મદિન નિમિત્તે આજે વડાપ્રધાન મોદી ગ્રામીણ વિસ્તારના લોકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. પૂજ્ય બાપુની ગ્રામ સ્વરાજની સંકલ્પના વધુ સાર્થક થાય તે માટે ગ્રામીણ વિસ્તારોમાં ગામ વિકાસના કામો વધુ સારી રીતે થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 5:32 PM

પાલનપુર તાલુકાના પીપળી ગામે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા હતા. જળ સંચય મિશન અંતર્ગત હર ઘર નળ યોજના ઘર ઘર સુધી પહોંચે અને લોકો વિવેકપૂર્ણ પાણીનો ઉપયોગ કરે તે માટે વડાપ્રધાને લોકોને સમજૂતી આપી હતી.

ગાંધીજીના જન્મદિન નિમિત્તે આજે વડાપ્રધાન મોદી ગ્રામીણ વિસ્તારના લોકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. પૂજ્ય બાપુની ગ્રામ સ્વરાજની સંકલ્પના વધુ સાર્થક થાય તે માટે ગ્રામીણ વિસ્તારોમાં ગામ વિકાસના કામો વધુ સારી રીતે થયા છે. તેવા દેશના અલગ-અલગ રાજ્યનાં ગામો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને સંવાદ કર્યો હતો.

જેમાં ગુજરાતમાંથી પાલનપુર તાલુકાના ગામની પીંપળી ગામની પસંદગી કરવામાં આવી હતી. પીપળી ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત હર ઘર નળની યોજના પીંપળી ગામમાં સાર્થક થઈ છે. ગામમાં 750 ઘરમાં નળ કનેકશન જોડવામાં આવ્યા છે. 17 લાખના ખર્ચે પાણીનો સંપ અને ઘર ઘર સુધી નળની યોજના પહોંચતા ગામની મહિલાઓથી લઈ ગ્રામવાસીઓમાં ખુશી જોવા મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીંપળી ગામના લોકો સાથે સંવાદ કરવાના હતા. ત્યારે જિલ્લાના વહીવટી તંત્રથી લઇ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે જળ શક્તિ મિશન અંતર્ગત પીપળી ગામે જે કામ કર્યું છે તેની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઇ છે.

જેથી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને સંવાદ કર્યો. વડાપ્રધાનના સંવાદના કારણે લોકોમાં આનંદ છવાયો છે. જ્યારે વડાપ્રધાન સાથે સંવાદ કરનાર રમેશ પટેલે પણ ખુશી વ્યક્ત કરી હતી કે તેમના ગામના કામની નોંધ વડાપ્રધાને કરી અને આજે તેમની સાથે સંવાદ કરવાનું મોકો મળ્યો.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">