Banaskantha : પવિત્ર શ્રાવણ માસમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. 48 લાખના 1 કિલો સોનાનું કર્યું દાન

શક્તિપીઠ અંબાજીનો વિકાસ થાય અને માં અંબાના દર્શન માટે આવતા તમામ લોકો માતાના દર્શન સાથે સારી સુવિધા મળે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. દેશમાં આવેલા કુલ 52 શક્તિપીઠો માં અંબાજી અગત્યનું સ્થાન ધરાવે છે.

Banaskantha : પવિત્ર શ્રાવણ માસમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. 48 લાખના 1 કિલો સોનાનું કર્યું દાન
devotee pays Rs. Donated 1 kg of gold worth Rs 48 lakh
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:06 PM

Banaskantha : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.

ભક્તો માતાના ચરણોમાં આપી રહ્યા છે સોનાનું માતબર દાન તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શક્તિપીઠ અંબાજીને સુવર્ણમય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી અંતર્ગત માતાજીનું શિખર સુવર્ણમય થઈ ગયું છે પરંતુ સંપૂર્ણ મંદિર સુવર્ણમય થાય તે માટે આજે પણ ભક્તો નાં દાનમાં અગ્રેસર રહ્યા છે.

આજે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફ થી રૂ. 48 લાખની કિંમતનું 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે. અંબાજી મંદિરમાં 1 કિલો સોનાની ભેટ આપવા બદલ અંબાજી મંદિરના વહીવટદાર સુઘેન્દ્રસિંહ ચાવડાએ ભેટ આપનાર લોકોને માતાજીની ચુંદડી પહેરાવી સન્માન કર્યું હતું.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

અંબાજી મંદિર પ્રત્યે વિદેશ વસતા ભારતીયની આસ્થા અકબંધ અંબાજી મંદિરમાં દર વર્ષે ગુજરાત અને દેશભરમાંથી લોકો દર્શન માટે આવે છે. પરંતુ જે લોકો ગુજરાતના દેશ છોડી વિદેશમાં સ્થાયી થયા છે તે લોકોની આસ્થા પણ મંદિર સાથે જોડાયેલી છે. આજે પણ વિદેશમાં વસતા ભારતીયો સ્વદેશ આવે છે ત્યારે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે અચૂક આવે છે. અંબાજી મંદિરની મુખ્ય આવકમાં ગુજરાતી વિદેશમાં સ્થાયી થયેલા લોકોની દાનની નોંધપાત્ર આવક છે.

દેશનું એકમાત્ર સુવર્ણ શિખર ધરાવતું શક્તિપીઠ શક્તિપીઠ અંબાજીનો વિકાસ થાય અને માં અંબાના દર્શન માટે આવતા તમામ લોકો માતાના દર્શન સાથે સારી સુવિધા મળે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. દેશમાં આવેલા કુલ 52 શક્તિપીઠો માં અંબાજી અગત્યનું સ્થાન ધરાવે છે. અંબાજી મંદિરના શિખર નું સુવર્ણમય થયું છે.

ત્યારે માં અંબાના મંદિરમાં સોનાની ચમક મંદિરને વિશેષ સુશોભિત કરે છે. જેથી ભક્તો પણ માં અંબા નું મંદિર સંપૂર્ણ સુવર્ણમય થાય તે માટે સતત સોનાના દાન ની સરવાણી વરસાવી રહ્યા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">