બનાસકાંઠાના દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે અનોખું બંધારણ બનાવ્યું છે. 12 ગામોના લોકોએ એકઠા થઇ નિર્ણય કર્યો છે. અને 12 ગામોની કુંવારી દીકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં જો દીકરીઓના હાથમાં હવેથી મોબાઈલ જોવા મળશે તો દીકરીના પિતાએ 1.50 લાખનો દંડ ભરવાનો રહેશે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભની દૃષ્ટિએ ખૂબ સારો રહેશે
સાથે જ દિકારાઓ પણ જો સામાજિક મૂલ્યો તોડશે તો 2 લાખનો દંડ વસુલવામાં આવશે. તો લગ્ન પ્રસંગમાં ફટાકડા અને ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ લગ્નમાં વરઘોડો કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિયમો તોડનાર પાસેથી દંડ વસુલાશે. દાંતીવાડાના 12 ગામોના લોકોએ 14 જુલાઈથી નવા બંધારણનો પ્રારંભ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો