અમદાવાદના નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની ઓડિયો ક્લિપ વાઈરલ

અમદાવાદના નરોડા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અગાઉ મહિલાને લાત મારીને વિવાદમાં સપડાયેલા બલરામ થાવાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં થાવાણીએ રસ્તો બનાવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ પછી રસ્તો બનાવી આપવાના બદલે હાથ અધ્ધર કરી દીધા. એક સ્થાનિક નાગરિક સાથેની ઓડિયો ક્લિપમાં બલરામ થાવાણીએ કહ્યું કે, પક્ષમાંથી આવેલા […]

અમદાવાદના નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની ઓડિયો ક્લિપ વાઈરલ
TV9 Webdesk12

|

Feb 06, 2020 | 4:36 PM

અમદાવાદના નરોડા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અગાઉ મહિલાને લાત મારીને વિવાદમાં સપડાયેલા બલરામ થાવાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં થાવાણીએ રસ્તો બનાવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ પછી રસ્તો બનાવી આપવાના બદલે હાથ અધ્ધર કરી દીધા. એક સ્થાનિક નાગરિક સાથેની ઓડિયો ક્લિપમાં બલરામ થાવાણીએ કહ્યું કે, પક્ષમાંથી આવેલા દબાણે કારણે હું કામ કરી શકું એમ નથી.

આ પણ વાંચોઃ નાગપુર બાદ અમદાવાદમાં RSSના ભવનનું ભવ્ય નિર્માણ, જાણો શું છે તેની ખાસ વિશેષતા

થાવાણીએ કાયદેસર કામ પણ કરી આપવાનો ઈનકાર કરતા કહ્યું કે પાર્ટીએ મને ખૂબ ખખડાવ્યો છે. થાવાણીએ વોર્ડ પ્રમુખ અને કાઉન્સિલરને રસ્તાના કામ મુદ્દે રજૂઆત કરવા કહ્યું છે. જે બાદ ધારાસભ્યનું ફંડ આપવાની પણ તૈયારી દર્શાવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati