Pravasi Gujarati Parv 2022 : ગુજરાતી જરૂર પડે તો ફાફડાં જેવા અને જરૂર પડે ત્યારે જલેબી જેવા બની જાય છે : રોહિત વઢવાણા

PGP 2022માં આજે બીજા દિવસે ગુજરાતી અંગે કરી વાત તો કેન્યામાં ભારતીય હાઈ કમિશનર તેમજ યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણી ગુજરાતી પર્વ -2022નો ભાગ બન્યા હતા.

Pravasi Gujarati Parv 2022 : ગુજરાતી જરૂર પડે તો ફાફડાં જેવા અને જરૂર પડે ત્યારે જલેબી જેવા બની જાય છે : રોહિત વઢવાણા
આજે પણ અમે ગુજરાતી કલ્ચરને ફોલો કરી રહ્યા છીએ  : આસિફ યુસુફ કરીમ
Follow Us:
| Updated on: Oct 17, 2022 | 4:07 PM

Pravasi Gujarati Parv 2022 : ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ–2022નો ( Pravasi Gujarati Parv 2022) પ્રારંભ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના(Amit Shah) હસ્તે કરવામાં આવ્યો છે. આ ત્રિ દિવસીય પર્વમાં 200થી વધુ દિગ્ગજ હસ્તીઓ, 30 જેટલા બિઝનેસ ટાયકૂન્સ અને 80થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે. જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે. આ ઉપરાંત 30 મેગા કોન્કલેવ અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મંચના માધ્યમથી દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થયા.

ત્યારે આજે ગુજરાતી પર્વ–2022ના બીજા દિવસે કેન્યામાં ભારતીય હાઈ કમિશનર રોહિત વઢવાણા તેમજ કેન્યામાં ભારતીય હાઈ કમિશનર નિમિષા વાધવાણી પણ હાજર રહ્યા હતા.

ભારતીય લોકોએ ખરાબ કામ કર્યા હોય તેવી ફરિયાદ ભાગ્યે જ જોવા મળે

રોહિત વઢવાણા  2010માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તેહરાનમાં ભારતીય દૂતાવાસ અને લંડનમાં ભારતના હાઈ કમિશનમાં રાજદ્વારી હોદ્દા પર રહ્યા છે. તેમણે ગલ્ફ ડિવિઝનમાં અન્ડર સેક્રેટરી તરીકે વિદેશ મંત્રાલય, નવી દિલ્હીમાં પણ સેવા આપી છે, રોહિત વઢવાણા પાસે કાયદામાં સ્નાતકની ડિગ્રી અને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ છે. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ફારસી ભાષામાં નિપુર્ણ છે. રોહિત કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે કાર્યરત છે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાતના લોકો જ્યાં જાય ત્યાં પોતાનું ક્લચર અને કુંટબને સાથે લઈને જાય છે. અલગ અલગ વિસ્તારમાંથી લોકો  અહિ આવ્યા હોય તો ગુજરાતી લોકો એવું પસંદ કરે કે, તેઓ કુંટુબ સાથે વિદેશ જાય છે. ત્યાં જઈ રીતિ રિવાજ સાથે ભળી જાય છે. તમે કોઈપણ દેશમાં જાવ છો ત્યારે તે રિત રીવાજ પ્રમાણે રહેવું પડે છે. હું જ્યારે પણ બહાર પોસ્ટિંગમાં હોઉં ત્યારે મને ભારતીય લોકોના ખરાબ કામ કર્યા હોય તેવી ફરિયાદ ભાગ્યેજ મળી છે.

નિમિષા વાધવાણી યુકેમાં યુગાન્ડાના હાઈ કમિશનર

નિમિષા વાધવાણી વિશ્વભરમાં રાજદ્વારી તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરીને યુગાન્ડા માટે એક નેતા સુધી મહિલાઓની પ્રેરણા બની છે, તેમની વૃદ્ધિ, સામાજિક કલ્યાણ અને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવાની પ્રતિબદ્ધતા, તમને વૈશ્વિક સ્તરે તમામ મહિલાઓ માટે પ્રેરણાદાયી આઇકન બનાવે છે. તે પહેલાં પેરિસ સ્થિત ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને યુનેસ્કોમાં યુગાન્ડાની રાજદૂત હતી. નિમિષાએ કહ્યું અમે કાઠિયાવાડી છીએ. આઈપીએલમાં યુગાન્ડા ક્રિકેટને સપોર્ટ કરે છે. બધા દેશોમાંથી લોકો બિઝનેસ કરવા યુગાન્ડા આવે છે.

આજે પણ અમે ગુજરાતી કલ્ચરને ફોલો કરી રહ્યા છીએ  : આસિફ યુસુફ કરીમ

આસિફ યુસુફ કરીમ (જન્મ ડિસેમ્બર 15, 1963, મોમ્બાસામાં) કેન્યાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ ODI કેપ્ટન. આસિફે કહ્યું આજે પણ અમે ગુજરાતી કલ્ચર ફોલો કરી રહ્યા છે અમારા માતા-પિતાનું કલ્ચર ફોલો કરી રહ્યા છીએ. આજે આપણે ગુજરાતની પ્રગતિ તમામ જગ્યાએ થાય છે. જે લોકોને સ્પોર્ટસમાં જવું છે તેને કહીશ કે, ગુજરાતી કેન્યા ગયા તો તેણે રમતગમતમાં ભાગ લીધો હતો. યંગસ્ટર માટે એક સ્પોર્ટસનું વાતાવરણ ઉભું કરવું પડશે. સ્પોર્ટસ બિલિયન ડોલર ઈન્ડસ્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતે આ વખતે આઈપીએલ પણ જીતી ગયું છે. અમે પણ યંગસ્ટરને સપોર્ટ કરીએ છીએ

જે ફીજીમાં આવે છે તેના માટે ફુડ અને ભાષા સરળ રહે છે : યોગેશ પુંજા

અમારા માટે ગુજરાતી ફંક્શનમાં જવું હોય તે એક ચેલેન્જ છે. મારો જન્મ ફીજી માં થયો છે, અમારી છેલ્લી પાંચ પેઢીઓના લોકોનો જન્મ ફીજીમાં થયો છે. મારાં વિચારો ગુજરાતી રહેલા છે. ફીજીથી લોકો ભારતમાં હાયર એજ્યુકેશન માટે આવે છે. ભારતીયોને ફીજી જવા માટે વિઝાની જરૂર નથી. ફીજીમાં હિન્દી પોપ્યુલર છે. જે અહિ આવે જાય છે તેના માટે ફુડ અને ભાષા સરળ રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">