અરવિંદ કેજરીવાલનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બપોર બાદ સુરતમાં કરશે ભવ્ય રોડ શો

સુરત મહાનગરપાલિકાની ( smc ) ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને ભવ્ય જીત અપાવવા બદલ, સુરતના મતદારોનો જાહેર આભાર માનવા, આમ આદમી પાર્ટીના ( aap ) સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં આવ્યા છે. સુરતમાં બપોર બાદ રોડ શો યોજીને મતદારોનો આભાર માનશે.

  • Bipin Prajapati
  • Published On - 9:15 AM, 26 Feb 2021
અરવિંદ કેજરીવાલનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બપોર બાદ સુરતમાં કરશે ભવ્ય રોડ શો

સુરત મહાનગરપાલિકાની (smc) ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ 27 કોર્પોરેટરો ચૂંટાઈ આવતા, દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના ( aap ) સંયોજક અરવિંદ કેજરીવાલ  સુરત આવી પહોચ્યા છે. સુરત એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આજે બપોર બાદ અરવિંદ કેજરીવાલ સુરતમાં મતદારોનો આભાર માનવા ભવ્ય રોડ શો કરશે. આ રોડ શો  સુરતના સરથાણા, સીમાડા નાકા, યોગીચોક, કારગીલ ચોક, હિરાબાગ, માનગઢચોક, વરાછા સહિતના વિસ્તારોમાં ફરશે. સાથોસાથ, સુરત અને સૌરાષ્ટ્રના સામાજીક આગેવાનો અને પાટીદાર આગેવાનો ઉપરાંત આમ આદમી પાર્ટીના ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે.