કોવિડ19ની સરકારી કામગીરીમાં નહી જોડાનારા MD ડોકટરની ધરપકડ

કોરોનાના કપરા સમયમાં સરકારી કામગીરીમાં નહી જોડાવવા બદલ જેલની હવા ખાઈ રહ્યા છે એમડી ડોકટર ( doctor )

  • Bipin Prajapati
  • Published On - 9:51 AM, 16 Apr 2021

કોરોના વોરિયર્સનુ બિરુદ પામેલા તબીબ, ( doctor  )કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં ના જોડાતા, કોરોના વોરિયર્સ એવા તબીબ સામે પોલીસ ફરિયાદ થતા, પોલીસે ડોકટરની ઘરપકડ ( Arrest ) કરીને જેલમાં પૂરી દીધા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રાના એમડી ડોકટર શંકર એસ દત્તાને કોવીડ19ની કામગીરી સોપવામાં આવી હતી. પરંતુ ડોકટર શંકર દત્તા, અનેકવાર કહેવા છતા, કોવીડ19ની કામગીરીમાં જોડાતા નહોતા. એક તરફ કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. ત્યારે આરોગ્યક્ષેત્રે માનવ મહેકમ દિવસ રાત એક કરીને દર્દીનારાયણની સેવા કરી રહ્યા છે. એવા સમયે ફરજમાં જતરાવાને બદલે પીઠ બતાવનાર કોરોના વોરિયર્સ સામે સત્તાવાળાઓએ પોલીસ ફરીયાદ નોંધાવી.
ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલના ડોકટર રમેશભાઈ ભલાળાએ, પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ, પોલીસે ડોકટર શંકર દત્તાની 2005ની કલમ 56 મુજબ ફરજમાં ગંભીર બેદરકારી- નિષ્કાળજી દાખવવા બદલ ઘરપકડ કરીને વધુ કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

કોવિડની કાબુ બહાર જઈ રહેલી સ્થિતિને નિયંત્રણમાં લેવા સરકાર દ્વારા થઈ રહેલ કામગીરીમાં આવા તબીબોને કારણે યોગ્ય પરીણામ સાપડતુ ના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે સરકારના આદેશના પગલે, ડોકટર શંકર દત્તા વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શંકર દત્તા સામે મેડીકલ પ્રેકટીસ કરવા સામે પ્રતિબંધ મૂકવા અંગે પણ વિચારણા થઈ રહી હોવાની વિગત સામે આવી છે.