વિચિત્ર વહેમ રાખીને મહિલાને ઢસડીને લઈ જઈ બેરહેમ માર માર્યો, CCTV ફૂટેઝ આવ્યા સામે-Video

મહિલાએ ઘટના અંગે જેઠ જેઠાણી સહિત 7 જણા સામે ફરિયાદ નોંધી ન્યાય આપવાની માંગ કરી, બેરહેમ માર મારી અત્યાચાર ગુજરાવાને લઈ તમામ પૂરાવાઓ એકઠા કરી એસપી કચેરી પહોંચી પિડીતા

વિચિત્ર વહેમ રાખીને મહિલાને ઢસડીને લઈ જઈ બેરહેમ માર માર્યો, CCTV ફૂટેઝ આવ્યા સામે-Video
CCTV video અરવલ્લી SP સમક્ષ રજૂ કર્યા
Follow Us:
| Updated on: Jan 23, 2023 | 4:12 PM

વિચિત્ર પ્રકારનો વહેમ રાખીને મહિલાની સાથે મારઝૂડ કરવાનો મામલો સામે આવ્યો છે. 39 વર્ષની મહિલા પર ડાકણ હોવાનો વિચિત્ર વહેમ રાખવામાં આવી રહ્યો હતો. મહિલાએ તેના જેઠ સહિત 7 લોકો સામે કાર્યવાહી કરવા માટે અરવલ્લી SP સમક્ષ માંગ કરતી રજૂઆત કરી છે. મહિલા અને તેની પુત્રી સહિત તેના સગા સંબંધીઓ પોલીસ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે ઘટના અંગેના વિડીયો સહિતના પૂરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ વિચિત્ર વહેમને લઈ બે રહેમ માર મારની ઘટના ભિલોડા તાલુકાના ગઢીયા વિસ્તારની છે. બસ ડ્રાયવર પતિ પણ મહિલાથી અણગમો રાખીને ઘરે આવતો નહીં હોવાની ફરીયાદમાં રજૂઆત કરી છે. મહિલાએ પોલીસ સમક્ષ CCTV વિડીયો ફૂટેઝ રજૂ કર્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ડાકણ હોવાને વહેમે બેરહેમ માર માર્યો

પિડીતાએ મોડાસા સ્થિત એસપી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચતા સ્થાનિક પોલીસ સામેના આક્ષેપો રજૂ કર્યા હતા. પિડીતાએ આરોપ મુક્યો હતો કે, પોતાના સાસરીયા પક્ષના સગાં પોલીસમાં ફરજ બજાવતા હોવાથી અમારી ફરિયાદ લેવામાં આવી રહી નથી. આ માટે શામળાજી પોલીસમાં તેઓએ અરજી કરવા ગયા હતા પરંતુ, ફરીયાદ લેવાઈ નહીં હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરવા માટે SP કચેરી પિડીતા અને તેમનો પરિવાર પહોંચ્યો હતો.

જોકે હવે અરવલ્લી પોલીસ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસની શરુઆત કરી દેવામાં આવી છે. મહિલાના આક્ષેપો અને તેની પર ગુજારવામાં આવેલ અસહ્ય ત્રાસ સહિતના મામલાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સસરા બિમાર રહેતા પુત્રવધુને ડાકણ ગણાવી

39 વર્ષીય મહિલાને ત્રણ સંતાનો છે અને હવે તેના પતિને તે ગમતી નથી. તેના ત્રણ સંતાનોમાં બે પુત્રીઓ અભ્યાસ કરે છે અને નાનો પુત્ર ટીબીની બિમારીથી પિડાતો હોઈ પથારી વશ છે. જ્યારે પતિ ઘરે આવતો નથી. બીજી તરફ પિડીતાના વૃદ્ધ સસરા છેલ્લા કેટલાક સમયથી બિમાર છે. જેને લઈ તેના જેઠ અને જેઠાણી તેની પર ડાકણ હોવાનો વહેમ રાખી રહ્યા છે. ડાકણ હોવાને લઈ તેના સસરા બિમાર રહે છે.

બેરહેમ ઢોર માર મારી પતિને પણ ડાકણ ખાઈ ગઈ હોવાનુ કહી માર માર્યો હતો. જેઠ જેઠાણી સહિત 7 લોકોએ તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. બાદમાં તેની પુત્રીએ શાળાએથી આવતા 108ને ફોન કરીને પોલીસને બોલાવી હતી. એસપી સમક્ષ લેખિત રજૂઆત કરતા લખ્યુ હતુ કે, પિડીતા મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી ને ઢોર માર માર્યો હતો. ઘટનાને લઈ હવે પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">