વિચિત્ર વહેમ રાખી મહિલા પર બેરહમ માર મારવાનો મામલો, ત્રાસ ગુજારનારા 7 આરોપીઓને શામળાજી પોલીસે ઝડપ્યા

Avnish Goswami

Avnish Goswami |

Updated on: Jan 25, 2023 | 9:09 AM

મહિલા પર વિચિત્ર વહેમ રાખીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાનો CCTV વિડીયો સામે આવ્યો હતો. ઘટના અંગે અરવલ્લી એસપીને પિડીતાએ રજૂઆત કરતા કાર્યવાહી હાથ ધરાઈ

વિચિત્ર વહેમ રાખી મહિલા પર બેરહમ માર મારવાનો મામલો, ત્રાસ ગુજારનારા 7 આરોપીઓને શામળાજી પોલીસે ઝડપ્યા
Shamlaji police arrested 7 accused

ભિલોડાના તાલુકાના ગઢીયા ગામની મહિલા પર વિચિત્ર વહેમ રાખીને અત્યાચાર ગુજારવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ તેજ બનાવી છે. આ મામલે શામળાજી પોલીસે ફરીયાદ નોંધ્યા બાદ આરોપીઓને ઝડપી લેવા માટે ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ શામળાજી પોલીસે સર્ચ ઓપરેશન ચલાવી આરોપીઓને ઝડપી લીધા હતા. અરવલ્લી SP ને મહિલાએ રજૂઆત કરી હતી અને જેને લઈ શામળાજી પોલીસે એક્શનમાં આવી કાર્યાવાહી હાથ ધરી હતી.

ઘટનાનો CCTV વિડીયો પિડીતા મહિલાએ અરવલ્લી SP સમક્ષ રજૂ કર્યો હતો. આ આ ઉપરાંત બેરહેમ માર માર્યાના પૂરાવાઓ SP સમક્ષ રજૂ કરીને આકરી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. શામળાજી પોલીસે SP ની સૂચના આધારે ત્વરીત ફરિયાદ નોંધી આરોપીઓને માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં તમામ સાતેય આરોપીઓને ઝડપી લઈને જેલના હવાલે કરવામાં આવ્યા છે.

ડાકણનો વહેમ રાખી ત્રાસ ગુજાર્યો

ગઢીયા ગામની મહિલા પર તેના જેઠ અને જેઠાણી સહિત સાત લોકોએ અત્યાચાર ગુજાર્યો હતો. સસરા બિમાર થઈને પથારીવશ હોઈ આ માટે જેઠ અને જેઠાણીએ પિડીતા 39 વર્ષીય મહિલાને ડાકણ હોવાનો વહેમ દર્શાવી તે લોકોને આ રીતે ખાઈ જતી હોવાનો આક્ષેપ કર્યો હતો. વિચિત્ર આક્ષેપ કરીને પિડીતાને જાહેરમાં બેરહેમ ઢોર માર મારવામાં આવ્યો હતો. નિર્વસ્ત્ર કરીને માર માર્યાનો આક્ષેપ સાથે એસપી સમક્ષ રજૂઆતો રુબરુ કરી હતી.

એસપીએ ઘટનાની ગંભીરતાને લઈને પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ પિડીતાની ફરીયાદ ત્વરીત નોંધવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જોકે આ પહેલા મહિલાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ સમક્ષ ફરીયાદ દર્જ કરવા અંગે સમાધાન થયેલ હોઈ ના કહી હતી. આ અંગે SP સંજય ખરાતે મીડિયાને જણાવ્યુ હતુ કે, શરુઆતમાં આ અંગે મહિલાએ સમાધાનની વાત આગળ ધરીને ફરીયાદ કરી નહોતી. આમ હવે ફરીયાદ નોંધવા અંગે રજૂઆત કરતા પિડીતાને ન્યાય મળે અને તેને સલામતી જળવાઈ રહે એ માટેની કાર્યવાહી શામળાજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સર્ચ ઓપરેશન કરી આરોપીઓ ઝડપ્યા

મહિલાને ત્રાસ ગુજારતા છેલ્લા સાતેક માસથી પિયરમાં રહેતી હતી. પરંતુ સંતાનોને મળવા આવવા દરમિયાન તેને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. શામળાજી પોલીસે પીએસઆઈ વીડી વાઘેલાની આગેવાનીમાં આ માટે આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આરોપીઓને માટે ગઢીયા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સર્ચ ઓપરેશનમાં એક બાદ એક સાતેય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા હતા.

ઝડપાયેલ આરોપી

  1. હિતેન્દ્રભાઇ રુપાભાઈ ભગોરા
  2. મંજૂલાબેન બાબુભાઈ ભગોરા
  3. સંજય બાબુભાઈ ભગોરા
  4. દિપક બાબુભાઈ ભગોરા
  5. ઉમેશ બાબુભાઈ ભગોરા
  6. અશોક બાબુભાઈ ભગોરા
  7. ગીતા બાબુભાઈ ભગોરા

તમામ આરોપીઓ રહે. ગઢીયા તા. ભિલોડા જિ. અરવલ્લી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati