કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
Dr. Anil Joshiara's son joined BJP

ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. અને છેલ્લા પાંચ ટર્મથી તેઓ કોંગ્રેસમાંથી જીતતા આવ્યાં છે. ત્યારે જો અનિલ જોષીયારાના દીકરા કેવલ જોશીયારાના ભાજપમાં આવવાથી ભાજપને ફાયદો થઇ શકે છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 24, 2022 | 5:07 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ભાજપ (BJP) એ આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ (Congress) એ ગાબડુ પડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો ભાજપમાં જોડાયા છે. કેવલ જોશીયારાને આવકારવા સીઆર પાટીલ ભિલોડા પહોંચ્યા છે. તેમણે કેવલ જોશીયારાને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીકે ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. કેવલ જોશીયારાના પિતા ભિલોડા બેઠક પર પાંચ વખત વિજેતા રહ્યા હતા. રાજ્ય સરકારમાં કેબિનેટ આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા હતા.

મહત્વનું છે કે ભીલોડા અરવલ્લી અને આદિવાસી પૂર્વ પટ્ટાની મહત્વની બેઠક ગણાય છે. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. ભીલોડાને અડીને આવેલી ખેડબ્રહ્મા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. અને છેલ્લા પાંચ ટર્મથી તેઓ કોંગ્રેસમાંથી જીતતા આવ્યાં છે. ત્યારે જો અનિલ જોષીયારાના દીકરા કેવલ જોશીયારાના ભાજપમાં આવવાથી ભાજપને ફાયદો થઇ શકે છે.

કેવલ જોષીયારાના ભાજપ પ્રવેશ અંગે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ કહ્યું કે રાજકારણમાં કોને ક્યાં રહેવું એ એનો હક છે. જોષીયારા સાહેબ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. અમે ઇચ્છતા હતા કે જોષીયારા પરિવાર કોંગ્રેસ સાથે રહે, પણ તેમણે ભાજપ પસંદ કર્યું છે ત્યારે ત્યાં અન્યને તક મળશે. અમે ભિલોડા અને ખેડબ્રહ્મા બેઠક કબજે કરીશું. પૂર્વ પટ્ટીની તમામ બેઠકો કોંગ્રેસ જીતશે. ખેડબ્રહ્મામાં આદિવાસી સંમેલન યોજી કોટવાલને જવાબ આપીશું. પૂર્વ પટ્ટીમાં ભાજપની જમીન જ નથી. પહેલા ભાજપ કોંગ્રેસના કચરાની જરૂર નથી એમ કહેતું હતું. ભાજપ હાર ભારી ગઈ હોવાથી કોઈપણ ભોગે કોંગ્રેસીજનોને લઇ જવા માંગે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati