Independence Day 2022: અરવલ્લીની ઐતિહાસિક- સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘મોંધી મિરાત મોડાસા’સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગુજરાતના(Gujarat)  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અરવલ્લી(Arravalli)  જિલ્લાના મોડાસા(Modasa)  ખાતે સ્વાતંત્ર્ય પર્વની(Independence Day 2022)  પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મોંધી મિરાત મોડાસા’ અંતર્ગત જિલ્લાના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Independence Day 2022: અરવલ્લીની ઐતિહાસિક- સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘મોંધી મિરાત મોડાસા’સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Aravalli Modasa Cultural Programme CM Bhupendra Patel Present
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 10:06 PM

ગુજરાતના(Gujarat)  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અરવલ્લી(Aravalli )  જિલ્લાના મોડાસા(Modasa)  ખાતે સ્વાતંત્ર્ય પર્વની(Independence Day 2022)  પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મોંધી મિરાત મોડાસા’ અંતર્ગત જિલ્લાના મહાનુભાવોનું સન્માન કરતા જણાવ્યું હતુ કે, શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. તેમણે બાળકોને સંસ્કારવાન, તંદુરસ્ત અને બળવાન તેમજ જ્ઞાન સંપન્ન બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ‘હૃદય નહીં, વહ પથ્થર હૈ જિસમે સ્વદેશ કા ભાવ નહીં’ એવું જણાવી સ્વાતંત્ર્ય સંગ્રામમાં અરવલ્લી જિલ્લાના યોગદાનને દોહરાવી 76માં સ્વાંતત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે અરવલ્લી જિલ્લાની સ્થાપનાના દસમાં વર્ષની જિલ્લાના સૌ નાગરિકોને શુભકામના પણ પાઠવી હતી. રાજ્યપાલએ  સ્વાંતત્ર્ય પર્વને શહીદો પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાનું પર્વ ગણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના 17  જેટલા શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.

સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય સ્તરીય ઉજવણી અરવલ્લી જિલ્લામાં યોજાઇ છે ત્યારે સ્વાતંત્ર્ય પૂર્વ સંધ્યાએ જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અરવલ્લીની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે ‘અરવલ્લીની અસ્મિતા વિકાસ વાટિકા’ તેમજ ‘આપણું અનેરૂ અરવલ્લી પુસ્તક’નું વિમોચન રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા અરવલ્લી જિલ્લાના 17  જેટલા શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.

શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે.

અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષનું આ આઝાદી પર્વ ઉજવાઇ રહ્યું છે. આ સ્વતંત્રતા પર્વ વિકાસનું પર્વ, વનબંધુ કલ્યાણનું પર્વ બને તે માટે મુખ્યમંત્રીએ આજે ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં સિંચાઇ સુવિધા માટે મેશ્વો ડેમ માંથી લીફટ ઇરીગેશન દ્વારા પાણી પુરૂં પાડવા 75  કરોડ રૂપિયાની યોજનાને મંજુરી અપાઇ છે. આ લિફટ ઇરીગેશન યોજનાથી ભિલોડા, મેઘરજ બે તાલુકાના 31  તળાવો ભરવામાં આવશે. જિલ્લાના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયાનું ખાસ અનુદાન આપવાની પણ મુખ્યમંત્રીએ  જાહેરાત કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાષ્ટ્રભક્તિનો એ માહોલ આપણને પ્રતિત થાય છે.

મુખ્યમંત્રીએ  સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આઝાદી જંગ ખેલાયો અને આપણને સ્વતંત્રતા મળી છે. ભારત માતાને બ્રિટીશરોની ગુલામીમાંથી મુકત કરાવવાની ઝંખના દેશવાસીઓમાં એ વખતે એટલી પ્રબળ હતી કે, ફનાગીરી અને સરફરોશીની તમન્નાથી અનેક નવયુવાનો ભારત ભક્તિ ના મંત્ર સાથે નીકળી પડયા હતા. આજે પણ રાષ્ટ્રભક્તિનો એ માહોલ આપણને પ્રતિત થાય છે.

સ્વાતંત્ર્ય મેળવવામાં અરવલ્લી જિલ્લાના યોગદાનનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ  જણાવ્યું હતું કે, આ જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ભાઇ, મોહનલાલ ગાંધી, સુરજીભાઇ સોલંકી, પુરૂષોત્તમદાસ શાહ જેવા રાષ્ટ્રભક્તોએ સ્વદેશી અપનાવી આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી. આ જિલ્લાના આવા રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન કરૂં છું. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને મુખ્યમંત્રીએ  બિરદાવ્યું હતું.

વડાપ્રધાન  નરેન્દ્ર દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા આવા વીર રાષ્ટ્રભકતોની યાદમાં આઝાદીના આ અમૃત મહોત્સવે હર ઘર તિરંગાનું આહવાન કર્યુ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં તારીખ 13  થી 15  ઓગસ્ટ દરમ્યાન 1  કરોડ ઘરો પર તિરંગા લહેરાવવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ધારમાં અરવલ્લી જિલ્લાના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.

ગુજરાતને આપણે વિશ્વમાં વિકાસનું બેંચમાર્ક બનાવવું છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે વર્ષ 2013 ની 15 મી ઓગસ્ટે આ જિલ્લાની રચના કરી હતી અને આઝાદીના અમૃત મહોત્સવના આ આઝાદી પર્વે અરવલ્લી જિલ્લો વિકાસના પથ પર નક્કર ડગ માંડી 10 માં વર્ષમાં પ્રવેશ્યો છે એ ગૌરવની વાત છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને પાછલા બે દશકથી વડાપ્રધાન  નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે. એટલું જ નહીં, ડબલ એન્જીન સરકારના બેવડા લાભથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વિકાસની રાજનીતિનો જે માર્ગ વડાપ્રધાનએ કંડાર્યો છે એ જ માર્ગે ચાલીને ગુજરાતને આપણે વિશ્વમાં વિકાસનું બેંચમાર્ક બનાવવું છે. એકાંગી નહિ, સર્વાંગી, સર્વપોષક અને સર્વસમાવેશક વિકાસ એ જ આપણો નિર્ધાર છે. સમાજના નાનામાં નાના માનવી, ગરીબ, વંચિત, પીડિત સૌના વિકાસના મંત્ર સાથે આપની આ સરકાર કર્તવ્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં 663 આવા તળાવો પૂર્ણ કર્યા

મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ખેતી-પશુપાલન જેવી પાયાની માળખાકીય સુવિધા સાથે પાણી, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતે ઉડીને આંખે વળગે એવી વૈશ્વિક પ્રગતિ કરી છે. બે દાયકા પહેલાં રાજ્યના માત્ર 26 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા મળતું હતુ.  નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનને પરિણામે આજે 97  ટકા ઘરોને નળ થી જલ મળે છે. આપણે પાછલા બે દસકમાં દોઢ લાખથી વધુ ચેકડેમ બનાવ્યા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇનો લાભ સાડા ત્રણ લાખ કિસાનોને આપ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન એ દરેક જિલ્લામાં 75  અમૃત સરોવર નિર્માણનું આહવાન કર્યુ છે. ગુજરાતમાં 663 આવા તળાવો પૂર્ણ કર્યા છે આના પરિણામે ગામોની સુંદરતા વધવા સાથે જળસંચય પણ થવાનો છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારતના નિર્માણમાં સ્વતંત્રતાનું આ 75મું પર્વ નવો ઉમંગ નવી ચેતના, નવી ઊર્જા લઇને આવ્યું

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીયે. આ મહોત્સવ એટલે મહામૂલી આઝાદીના વિચારોનું નવા સ્વરૂપે અમૃત મંથન. નયા ભારત, આત્મનિર્ભર ભારત, પ્રગતિશીલ ભારતના નિર્માણનો સંકલ્પ. આપણે આ સંકલ્પો સાકાર કરવા સાથે મળીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવે કાર્યરત થવાનું આહ્વાન કરી તેમણે કહ્યું કે, આ સંકલ્પ પાર પાડવામાં, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્વતંત્રતાનું આ 75મું પર્વ નવો ઉમંગ નવી ચેતના, નવી ઊર્જા લઇને આવ્યું છે.

આ અવસરે પ્રભારી મંત્રી  કુબેરભાઇ ડિંડોર, સર્વે સાંસદો, ધારાસભ્યઓ ,મુખ્ય સચિવ  પંકજ કુમાર, સચિવઓ, રાજ્ય પોલીસ વડા  આશિષ ભાટિયા, અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, સનદી અધિકારીઓ, રાજ્ય સરકારના પદાધિકારીઓ, અરવલ્લી નગરપાલિકાના સભ્યો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જિલ્લાના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">