Aravalli: અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ત્રીજા દિવસે મેઘરજ અને મોડાસામાં વરસાદ, જળાશયોમાં વધ્યુ જળસ્તર

Aravalli Rainfall: અરવલ્લી જિલ્લાના બાયડ અને ઘનસુરા સહિતના વિસ્તારમાં રવિવારે અતિભારે વરસાદની સ્થિતિ સર્જી હતી. અંતિમ ચોવીસ કલાક દરમિયાન પણ મેઘરજ અને મોડાસા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક નોંધાઈ છે. સ્થાનિક જળાશયોમાં પણ નવા પાણીની આવક નોંધાતા મોટી રાહત સર્જાઈ છે.

Aravalli: અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ત્રીજા દિવસે મેઘરજ અને મોડાસામાં વરસાદ, જળાશયોમાં વધ્યુ જળસ્તર
Arvalli Rainfall
| Updated on: Sep 19, 2023 | 10:00 AM

ઉત્તર ગુજરાતમાં વરસાદે વધુ એક રાઉન્ડમાં જબરદસ્ત બેટિંગ કરી છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મોટી રાહત નવા રાઉન્ડના વરસાદથી સર્જાઈ ગઈ છે. ખેડૂતો ગત સપ્તાહે લાચાર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા હતા. એ ખેડૂતો હવે ખુશખુશાલ ચહેરા સાથે જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના બાયડ અને ઘનસુરા સહિતના વિસ્તારમાં રવિવારે અતિભારે વરસાદની સ્થિતિ સર્જી હતી. અંતિમ ચોવીસ કલાક દરમિયાન પણ મેઘરજ અને મોડાસા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: ઈડર, વડાલી અને પોશીનામાં ધોધમાર વરસાદ વરસ્યો, જળાશયોમાં નોંધાઈ આવક

વરસાદને પગલે સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક નોંધાઈ છે. સ્થાનિક જળાશયોમાં પણ નવા પાણીની આવક નોંધાતા મોટી રાહત સર્જાઈ છે. સિંચાઈ માટે ખેડૂતો જળાશયોમાં આવક વધવાની રાહ જોઈ રહ્યા હતા. જેમાં મોટી રાહત થવાની આશાની બંધાઈ છે.

મેઘરજ અને મોડાસામાં વરસાદ

અંતિમ ચોવીસ કલાક દરમિયાન મેઘરજમાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે મોડાસામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બંને તાલુકાઓમાં સારો વરસાદ સતત ત્રીજા દિવસે નોંધાતા સ્થાનિક ખેડૂતોમાં રાહત સર્જાઈ હતી. બાયડમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદે રાહત સર્જી હતી. વિસ્તારમાં રવિવારે 8 ઈંચ વરસાદ વરસાદ વરસતા વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. એનડીઆરએફની ટીમો દ્વારા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ.

સોમવારે માત્ર અડધો ઈંચ જેટલો જ વરસાદ બાયડ વિસ્તારમાં નોંધાયો હતો. જેને લઈ પાણી ઓસરવા માટે રાહત સર્જાઈ હતી. જોકે ધનસુરામાં એક ઈંચ કરતા વધારે અને ભિલોડામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માલપુર 06 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.

માઝમ અને વાત્રકમાં નવા નીરની આવક

સ્થાનિક જળાશયોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદને લઈ આવક નોંધાઈ હતી. વાત્રક અને માઝમ જળાશયમાં નવા પાણીની આવક નોંધાઈ હતી. વાત્રક જળાશયમાં સવારે 7 કલાકે 1785 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. વાત્રક ડેમનો જળસંગ્રહ હાલમાં 59.71 ટકા જેટલો થવા પામ્યો છે. આમ નવી આવકને લઈ જળસપાટીમાં વધારો થવાની ખેડૂતોને આશા બંધાઈ છે. આવી જ રીતે માઝૂમ ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ છે. ખાલી ખમ રહેલા ડેમમાં નવી આવક નોંધાતા ડેમ હાલમાં 36.72 ટકાના જળસંગ્રહે પહોંચ્યો છે. મંગળવારે સવારે માઝૂમ ડેમની આવક 3150 ક્યુસેક આવક નોંધાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  1. મેઘરજ 54 મીમી
  2. મોડાસા 43 મીમી
  3. ધનસુરા 30 મીમી
  4. ભિલોડા 26 મીમી
  5. બાયડ 11 મીમી
  6. માલપુર 06 મીમી

ડેમ જળાશયની સ્થિતિ

વાત્રક ડેમ

1785 ક્યુસેક આવક, હાલ 59.71 ટકા ભરાયેલ

માઝૂમ ડેમ

3150 ક્યુસેક આવક, હાલ 36.72 ટકા ભરાયેલ

ગુહાઈ ડેમ

272 ક્યુસેક આવક, હાલ 51.53 ટકા ભરાયેલ

હાથમતી જળાશય

490 ક્યુસેક આવક, હાલ 47.13 ટકા ભરાયેલ

અરવલ્લી સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:58 am, Tue, 19 September 23