BJP ને ભિલોડામાં કેવલ જોષીયારાના ચહેરામાં આશા દેખાઈ રહી છે! 1995નુ પુનરાવર્તન કરી દેખાડશે એન્જિનિયર?

ડો. અનિલ જોષીયારાનો ભિલોડા વિધાનસભા (Bhiloda Assembly Seat) બેઠક પર દબદબો રહ્યો હતો. IPS થી લઈ અભિનેતા પણ હાર્યા, હવે BJP અઢી દાયકા બાદ ફરી કેસરીયો લહેરાવવાના સોગઠાં ગોઠવ્યા. કોંગ્રેસે નવો ચહેરો શોધવો પડશે.

BJP ને ભિલોડામાં કેવલ જોષીયારાના ચહેરામાં આશા દેખાઈ રહી છે! 1995નુ પુનરાવર્તન કરી દેખાડશે એન્જિનિયર?
Keval Joshiyara એ ભાજપનો કેસરીયો સીઆર પાટીલના હસ્તે ધારણ કર્યો
Follow Us:
| Updated on: May 26, 2022 | 9:50 AM

ભિલોડા વિધાનસભા બેઠક (Bhiloda Assembly Seat) પર હવે ભાજપ (Bharatiya Janata Party) ને ઉમેદવારોની રેસમાં હવે એક નવો યુવા ચહેરો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા વીસ વર્ષથી ભાજપનો કેસરીયો લહેરાવવા માટે થઈને પક્ષ તનતોડ મહેનત કરી રહ્યુ હતુ. પરંતુ ડો અનિલ જોષીયારાના નામ સામે ક્યારેય જીત નહોતી મળી શકી છે. ક્યારેક તો હાર જીતનુ માર્જીન પણ એટલુ બધુ મોટુ બની જતુ કે હરીફ ઉમેદવારને હારના કારણો શોધવાની કવાયત કરવા કરતા જીતના મહત્વના પાયાનો અભ્યાસ કરવો વધુ યોગ્ય લાગી ગયો હશે. જોકે હવે ભાજપને એક વાતે આ બેઠક પર રાહત થઈ છે કે, જોષીયારા પરિવાર હવે પોતાની સાથે છે. સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો અનિલ જોષીયારાના પુત્રએ હવે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તેના આવવાથી હવે બે દાયકાના ચુંટણીના સમીકરણોમાં મોટા ફેરફાર સર્જાઈ જશે.

કેવલ જોષીયારાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો છે. ભાજપે કેવલ જોષીયારાના ભાજપ પ્રત્યે જોડાવવાની તૈયારીને સહર્ષ સ્વિકારી લીધી હતી. એન્જિનીયરનો અભ્યાસ કરેલા કેવલ જોષીયારાને હવે ભાજપ તેના આ બેઠકના રાજકીય એન્જીનીયરીંગના કાર્યમાં ઉપયોગ કરશે. ભાજપને હવે એ આશા જાગી છે કે 1995 માં જે કામ કેવલના પિતાએ ભાજપનો ઝંડો ફરકાવવાનુ આ બેઠક પર કર્યુ હતુ, એ હવે કેવલના ચહેરમાં દેખાઈ રહ્યુ છે.

કેવલ જોષીયારાએ ભાજપમાં જોડાયા બાદ TV9 Gujarati સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, તેનુ આ જોડાણ બીનશરતી છે. તે કાર્યકર તરીકે વિસ્તારમાં કામ કરશે અને ભાજપના દરેક કાર્યકર સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે. તેણે એ પણ કહ્યુ કે, સ્વર્ગસ્થ પિતાએ આ વિસ્તારમાં અઢી દાયકા સેવા કરી છે. પુત્ર તરીકે આ સેવા કાર્યને તે આગળ વધારશે. વિસ્તારના વિકાસ કાર્યોને પણ તે આગળ ધપાવવા માટે પ્રયાસ કરશે. વિસ્તારના કાર્યોને માટે થઈને રાજ્ય સરકારની મદદથી પ્રયાસ કરીશ. આ વિસ્તારમાં મેડીકલ કોલેજ સ્થપાય તેવી પણ મારી ઈચ્છા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કેવુ છે બેઠકનુ સમિકરણ

જ્ઞાતિ પ્રમાણે જોવામાં આવે તો આ બેઠક પર આદિવાસી અને ઓબીસી વસ્તી ધરાવે છે. ભિલોડા અને મેઘરજ તાલુકો આદિવાસી અને ઓબીસી સમાજનો દબદબો ધરાવે છે. જોકે અહીં આદિવાસી મતદારો નું પ્રભુત્વ વધુ છે.

વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણીમાં ભિલોડા બેઠક પર ડો અનિલ જોષીયારા બહુમતી થી વિજયી બન્યા હતા તેઓએ ભાજપ ના મહિલા આદિવાસી નેતા નિલાબેન મડીયા સામે જીત મેળવી હતી. જોષીયારાએ 31,543 મતે નિલા મડિયાને હાર આપી હતી. જ્યારે વર્ષ 2017માં જોષીયારાએ 12,417 મતે જીત મેળવી હતી. 2017માં ભિલોડા બેઠક પર ભાજપે આઈપીએસ અધિકારી પીસી બરંડાને મેદાને ઉતાર્યા હતા. જેઓ ફરજમાંથી રાજીનામુ ધરી દઈને રાજકારણમાં પ્રવેશ્યા હતા.

ઉપેન્દ્ર ત્રિવેદી પણ ભિલોડા બેઠક પર દબદબો ધરાવતા

ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી પણ આ બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ ધારાસભ્ય પદથી વિધાનસભાના ઉપાધ્યક્ષના સ્થાન સુધી પહોંચ્યા હતા. કોંગ્રેસના ગઢમાં ઉપેન્દ્ર ત્રિવેદી 1985 માં પ્રથમવાર જીત્યા હતા. બાદમાં તેઓ ફરીથી 1990 અને 1998 માં જીત્યા હતા. 1995 અને 2002માં તે જોષીયાર સામે હાર્યા હતા. જોષીયારએ ભાજપને પ્રથમ વાર આ બેઠક પર જીત અપાવી હતી. ત્યાર બાદ ભાજપ આ બેઠક પર ફરીથી જીત મેળવવી મુશ્કેલ બની ગઈ છે. હવે ફરીથી જોષીયારા પરિવાર ભાજપને માટે આશા બાંધી રહ્યુ છે. તો બીજી તરફ કોંગ્રેસને પોતાના હાથમાંથી મજબૂત ચહેરો સરકી ગયો છે. પરંતુ હવે કોંગ્રેસ પણ નવા ચહેરાને શોધવા માટે કમરકસવી પડશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">