Aravalli: બાયડ પોલીસ જાપ્તામાંથી ઉત્તરપ્રદેશમાં આરોપી ફરાર થઈ જતા 2 પોલીસ કર્મી સસ્પેન્ડ, ચોરીના ગુનામાં ઝડપાયો હતો

અરવલ્લી (Aravalli) જિલ્લામાં ચોરીઓનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. જેને અટકાવવા માટે અને તસ્કર ગેંગને ઝડપવા માટે અરવલ્લી પોલીસ (Aravalli Police) દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને લઈ કેટલાક આરોપીઓ પણ હાથ લાગ્યા હતા. આવી જ રીતે બાયડ તાલુકાના ડેમાઈ ગામે પણ મોટી ચોરી થવાના પ્રકરણમાં પોલીસને પગેરુ મળતા આરોપી સુધી પહોંચવામાં મહામહેનતે […]

Aravalli: બાયડ પોલીસ જાપ્તામાંથી ઉત્તરપ્રદેશમાં આરોપી ફરાર થઈ જતા 2 પોલીસ કર્મી સસ્પેન્ડ, ચોરીના ગુનામાં ઝડપાયો હતો
Aravalli SP એ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 12, 2022 | 11:04 AM

અરવલ્લી (Aravalli) જિલ્લામાં ચોરીઓનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. જેને અટકાવવા માટે અને તસ્કર ગેંગને ઝડપવા માટે અરવલ્લી પોલીસ (Aravalli Police) દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને લઈ કેટલાક આરોપીઓ પણ હાથ લાગ્યા હતા. આવી જ રીતે બાયડ તાલુકાના ડેમાઈ ગામે પણ મોટી ચોરી થવાના પ્રકરણમાં પોલીસને પગેરુ મળતા આરોપી સુધી પહોંચવામાં મહામહેનતે સફળતા મળી હતી. પરંતુ મહેનત એક પળની ચુકમાં જ સોનામાંથી રાખ બની ગઈ હતી. કારણ કે પોલીસ જાપ્તામાં રહેલા કર્મચારીઓની બેદરકારીને પગલે આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. જેને લઈ હવે અરવલ્લી એસપી સંજય ખરાત (SP Sanjay Kharat) દ્વારા બાયડ પોલીસના ફરજમાં બેદરકારી દાખવનારા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે.

બાયડના ડેમાઈની ચોરીનો ભેદ ઉેકલવા માટે અરવલ્લી પોલીસ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી હતી અને તે માટે અનેક અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દરમિયાન પોલીસને કડી મળતા એક આરોપી ઉત્તરપ્રદેશમાં ઝડપાયો હોવાની વિગતો મળતા તેને ગત 1 મેના રોજ ટ્રાન્સફર વોરન્ટથી બાયડ લાવવા માટે કાર્યવાહી શરુ કરાઈ હતી. જે અંતર્ગત આરોપી બદરુદ્દીન સૈયદને પોલીસ અરવલ્લી લઈ આવી હતી અને ચોરીની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેને ઉત્તરપ્રદેશ લઈ જવો જરુરી જણાયો હતો. જેથી આરોપી બદરુદ્દીનને ઉત્તર પ્રદેશ લઈ જવાયો હતો. ફરાર થઇ ગયેલો આરોપી મુળ યુપી નો વતની હતો અને વડોદરાના આજવા રોડ પર રહેતો હતો. તેની પર અત્યાર સુધીમાં ગંભીર સહિતના ત્રણ ડઝનથી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

કોની સામે શુ કાર્યવાહી કરાઈ?

બાયડ પોલીસના જવાનો દ્વારા તેને ઉત્તર પ્રદેશ ચુસ્ત જાપ્તા સાથે ગત 5મે લઈ લઈને જવા નિકળ્યા હતા. આ દરમિયાન છઠ્ઠી મેએ પોલીસના જાપ્તામાંથી ઉત્તરપ્રદેશમાં આરોપી બદરુદ્દી તકનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસના હાથમાં આવેલો આરોપી ફરાર થઈ જવાને લઈને અરવલ્લી એસપી સંજય ખરાત દ્વારા જવાબદાર બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બાય઼ડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ દિપસિંહ તેમજ કોન્સ્ટેબલ મહોબત સિંહ  રામસિંહ ને ફરજમાં બેદરકારી દાખવવાને લઈ ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. સાથે જ તેમની બેદરકારી અંગે તેમની તેમજ જાપ્તામાં રહેલા અન્ય વધુ બે કર્મચારીઓ સામે ઈન્કવાયરી પણ શરુ કરવામાં આવી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષ નરસિંહભાઈ તથા લોકરક્ષક દળના મહેશ લક્ષ્મણભાઈનો સમાવેશ થાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">