અરવલ્લીઃ નવા વર્ષે ફટાકડા ફોડીને પશુઓને ભડકાવીને દોડાવવાની શિણાવાડ ગામની પરંપરા

અરવલ્લી જીલ્લામાં નવા વર્ષની શરૂઆત અનોખી રીતે જ કરવામાં આવે છે. ગામડાંઓમાં વહેલી સવારે પશુઓને ભેગા કરીને તેમના ટોળામાં ફટાંકડા ફોડીને તેમને ભડકાવી ને ગામ બહાર ગૌચરમાં મોકલી દેવાય છે. પશુ ભડકાવીને ગ્રામજનોમાં જોષ ભરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને તેની પાછળ દુધાળા પશુઓના આરોગ્ય સારા રહેતા હોવાની માન્યતા વર્તાય છે. નવા વર્ષનો પ્રથમ દીવસની શરૂઆત આ […]

અરવલ્લીઃ નવા વર્ષે ફટાકડા ફોડીને પશુઓને ભડકાવીને દોડાવવાની શિણાવાડ ગામની પરંપરા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 16, 2020 | 9:49 AM
અરવલ્લી જીલ્લામાં નવા વર્ષની શરૂઆત અનોખી રીતે જ કરવામાં આવે છે. ગામડાંઓમાં વહેલી સવારે પશુઓને ભેગા કરીને તેમના ટોળામાં ફટાંકડા ફોડીને તેમને ભડકાવી ને ગામ બહાર ગૌચરમાં મોકલી દેવાય છે. પશુ ભડકાવીને ગ્રામજનોમાં જોષ ભરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને તેની પાછળ દુધાળા પશુઓના આરોગ્ય સારા રહેતા હોવાની માન્યતા વર્તાય છે.
નવા વર્ષનો પ્રથમ દીવસની શરૂઆત આ ગામમાં વહેલી પરોઢે પશુઓને ભડકાવીને કરવામાં આવે છે. પશુઓને જાણે કે રેસના મેદાનમાં દોડાવવાના હોય તેમ જ અહી પશુઓને એકઠા કરીને તેમને ફટાંકડાના અવાજ થી ભડકાવવામાં આવે છે અને આમ પશુઓને બીકના માર્યાં જ ગામ છોડીને ગામની સીમમાં ભાગી જતાં હોય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ને દરવર્ષે અરવલ્લી જીલ્લાના મોટાભાગના ગામડાંઓંમાં ઓછા વત્તાપ્રમાણે આ રીતે ઉજવવામાં આવે છે. નવા વર્ષના પ્રથમદીવસની સવારની શરૂઆત આ સાથે જ થતી હોય છે. જેની પાછળ દુધાળા પશુઓના પશુપાલકો માં એવી માન્યતા છે કે આમ કરવાથી પશુઓનુ વર્ષ દરમ્યાન આરોગ્ય સારૂ રહે છે તો આ ચોંકાવનારા દ્રશ્યો થી ગામમાં પણ ઉત્સાહ અને જોશ પણ ઉભરાય છે, ગામના પશુપાલકો પણ પશુઓને કોઇ પીડા ના થાય એની તકેદારી સાથે પશુઓને ભડકાવી પરંપરાને પુરી કરતા હોય છે
 
સ્થાનિક અગ્રણી વાલાભાઇ ભરવાડ કહે છે કે, દરવર્ષે આ પરંપરા ઉજવવામાં આવે છે. જેના થી પશુઓનુ આરોગ્ય સારૂ રહે છે અને ગ્રામજનોમાં જોશ ઉમેરાય છે, પશુઓને તકલીફ ના પડે એ રીતે આ પરંપરા ની ઉજવણી કરીએ છીએ.
આમ જોવા જઇએ તોઅનોખી વાત એ પણ છે, કે વર્ષોની આ પરંપરા દરમ્યાન ફટાકડા ઓ પશુઓના ટોળા વચ્ચે છુટાં ફોડવા છતાં, પણ પશુઓ ના તો માનવ વસ્તીને પરેશાન કરે છે. કે ના તો પશુઓ એકબીજાને પણ પરેશાન કરે છે, અને કોઇ પશુ કે ગ્રામજનને ઇજાકે અણબનાવ સર્જાયાની ઘટના ઘટી નથી. પશુ ઓ પરની આ અવાજ ની જાણે કે ભાગવા સિવાય કોઇ અન્ય અસર નથી આવતી પરંતુ દ્રશ્યો જ એવા સર્જાય છે, કે પશુઓ પરનો આ ફટાંકડાનો મારો અવાજ ને લઇને પશુઓમાં ભડક માપના અવાજના ફટાકડા થી સાવચેતી પુર્વક પેદા કરતો હોય છે. પશુઓ પળવારમાં જ ગામમાંથી દોડતાં જ ગામની સીમમાં જતાં રહેતા હોય છે, અને આમ ફટાકડાની મારા થી બચીને કે અવાજ થી દુર થઇ જતાં હોય છે. પણ ગ્રાજનો અને પશુ પાલકો આ આખીય ઘટના એક ઉત્સવ તરીકે ઉજવતા હોય છે. તે માટે પશુઓમાં રોગચાળો નાફેલાય તેવી શ્રદ્ધા સાથે તેને કૃષ્ણના આશીર્વાદ માનીને ઉજવણી કરતાં હોય છે. ગામમાં આમ તો ગોપાલક સમાજ અને પશુપાલકો હોવાને લઇને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ ખુબ હોય છે. જેને લઇને ફટાકડાની તીવ્રતા પણ ઓછી રાખવા ઉપરાંત સાવચેતી પણ જરૂર થી રાખવામાં આવતી હોય છે. 

આમ તો ભલે આ નવા વર્ષની શરૂઆત ની ઉજવણી પશુ પાલકો દુધાળા પશુઓ માટે ભડકતી શરૂઆત કરતાં હોય, પણ નવા વર્ષની પહેલી સવાર માં જોશ અને ઉમંગ સાથેની દોડધામ કરાવતી શરુઆત થી, જાણે કે વર્ષ ભર આ જોશ જળવાઇ રહેતો હોય છે અને એટલે જ તો આ પરંપરા અકબંધ રહેતી હોય છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">