Aravalli: સાંસદની ઉપસ્થિતીમાં મોડાસા ખાતે વિકાસ કાર્યોની સમિક્ષા કરવા બેઠક યોજાઈ, કામોને ગતિ આપવા અપાઈ કડક સૂચના

સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ફંડની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ ગોકળગતિએ ચાલતા કાર્યોને લઈ સાંસદ અને કલેકટરે અધિકારીઓને ઝડપ લાવવા માટે આકરી સૂચના આપી.

Aravalli: સાંસદની ઉપસ્થિતીમાં મોડાસા ખાતે વિકાસ કાર્યોની સમિક્ષા કરવા બેઠક યોજાઈ, કામોને ગતિ આપવા અપાઈ કડક સૂચના
MP Dipsinh Rathod ની ઉપસ્થિતીમાં બેઠક મળી
Follow Us:
| Updated on: May 06, 2022 | 9:37 AM

અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા ખાતેના જિલ્લા સેવાસદન ખાતે ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા) ની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડ (MP Dipsinh Rathod) ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર (Collector Aravalli) સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ લક્ષી કાર્યો અને યોજનાઓના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે બેઠકમાં સમીક્ષા કરીને સંબંધીત અધિકારીઓ અને પદાધીકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી. વિકાસના કાર્યોને ગતિ આપવા માટે થઈને ચર્ચાઓ કરાઈ હતી.

સાસંદ સભ્ય દિપસિંહ રાઠોડે અધિકારીઓને અને પદાધિકારીઓની સાથે ચર્ચાઓ કરતા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી અને ઉપયોગી યોજનાઓનો વ્યાપ વધારવો જોઈએ. આ યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચે એ માટેની ચિંતા કરીને તે માટેનુ આયોજન કરવુ જરુરી છે. લોકોને પ્રાથમિક જરુરિયાત સરળતાથી મળી રહે એ માટે જરુરી પ્રયત્નો કરતા રહેવુ આવશ્યક છે.

સાંસદે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટના ઉપયોગને લઈને પણ સુચનાઓ કરી હતી. તેઓએ સંબંધિત હેતુ માટે સમય મર્યાદામાં ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે એમ જણાવ્યુ હતુ. સાથે જ આ અંગેના બાકી રહી ગયેલા તમામ કામોને ઝડપથી પૂર્ણ કરી દેવા માટે પણ ધ્યાન દોર્યુ હતુ. કામોની સ્થિતી વિશે તેઓએ અમલીકરણ અધિકારીઓ પાસેથી વિગતો પણ મેળવી હતી. આમ હવે સાંસદ અને કલેકટર કક્ષાએથી પણ વિકાસના કાર્યો પર બાજ નજર રાખવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટના કાર્યોની પણ બારીકાઈથી નજર રાખવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

કલેકટરે કાર્યોમાં ઝડપ લાવવા આપી સૂચના

દિશા બેઠકમાં આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, જિલ્લા જળ સ્વચ્છતા એકમ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ,સિંચાઇ, પશુપાલન, રોજગાર, વીજ,પુરવઠા, માર્ગમકાન, શહેરી વિકાસ સહિતના વિભાગોની યોજનાની ચર્ચા તથા લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ બાકી રહેતા તમામ કામો સત્વરે પૂર્ણ કરવા માટે અધિકરીઓને પણ સુચના આપી હતી. આ માટે સતત દેખરેખ રાખવામાં આવશે અને કામોની સમયાંતરે જાણકારી મેળવી સ્થિતી વિશે અપડેટ પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">