કોરોનાની બીજી લહેર બાળકો માટે જોખમી, રાજકોટમાં રોજ 25થી વઘુ બાળકો થઈ રહ્યા છે સંક્રમિત

રાજકોટમાં (Rajkot) અત્યાર સુધીમાં 500 બાળકો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં 60 ટકા બાળકો તો એવા છે કે જેમની ઉમર 5 વર્ષ સુધીની જ છે. આવા બાળકોમાં નવજાત (Newborns )એટલે કે 2થી 7 દિવસના બાળકોનો પણ સમાવેશ થાય છે.

  • Bipin Prajapati
  • Published On - 11:45 AM, 7 Apr 2021
કોરોનાની બીજી લહેર બાળકો માટે જોખમી, રાજકોટમાં રોજ 25થી વઘુ બાળકો થઈ રહ્યા છે સંક્રમિત
નવજાત બાળકથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોમા જોવા મળે છે કોરોના

ગુજરાતમાં આ વખતે ફેલાયેલ કોરોનાની બીજી લહેરમાં, ( second wave of the corona ) ઝડપથી કોરોનાનું સંક્રમણ લાગવાની સાથેસાથે, બાળકો પણ કોરોનાની ( Corona) ઝપટમાં આવી રહ્યાં હોવાની ચિંતાજનક બાબત સામે આવી છે. બેથી સાત દિવસના નવજાત બાળકોમાં ( Newborns) પણ કોરોના હોવાનું સામે આવતા તબીબો પણ આશ્ચર્ય ફેલાયુ છે. ગુજરાતમાં આ સમયે ઝડપથી સંક્રમિત કરતા કોરોનાની બીજી લહેર ખાસ કરીને નવજાતથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકો માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહી છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં 500 બાળકો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં 60 ટકા બાળકો તો એવા છે કે જેમની ઉમર 5 વર્ષ સુધીની જ છે. આવા બાળકોમાં નવજાત એટલે કે 2થી 7 દિવસના બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 15 દિવસથી કોરોનાના જે કોઈ પરીક્ષણ કરવામાં આવે છે તેમા 25 થી 30 બાળકોને કોરોના પોઝીટીવ ( Corona positive ) હોવાનું રિપોટમાં સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ આવેલા બાળકોમાં 16 બાળકોને સિવીલ હોસ્પિટલ અને 4 બાળકોને ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બાકીના બાળકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે.
ચિંતાજનક એ બાબત છે કે, નવજાત બાળકોની માતાને કોરોના ના હોવા છતા નવજાત બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવા બાળકોમાં 2 દિવસથી લઈને સાત દિવસના બાળકોનો સમાવેશ થાય છે. કોરોનાની આ બીજી લહેર બાળકો માટે અતિ જોખમી બની રહી છે. અમદાવાદમાં સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોમાંથી ત્રણ બાળકોના 23 માર્ચથી 6 એપ્રિલ સુધીમા કોરોનાથી મૃત્યુ નિપજ્યાનો બનાવ બનેલો છે. જેમાં એક બાળક અમરાઈવાડી વિસ્તારનું છે. તો બીજી બાળક મેમનગર વિસ્તારનું અને ત્રીજુ બાળક ચાંદલોડિયા વિસ્તારનું છે.

જો કે જાણીતા ચાઈલ્ડ સ્પેશીયાલિસ્ટનું કહેવુ છે કે, નવજાત બાળકો દુગ્ધપાન કરતા હોય તેવા બાળકોને માતાના દુધમાંથી કોરોનાનું સંક્રમણ નથી લાગતુ. આથી માતા પોઝીટીવ હોય તો પણ નવજાત બાળકોને સારી રોગપ્રતિકાર શક્તિ માટે પણ દુગ્ધપાન કરાવવું જરૂરી છે. નવજાત બાળકોને અન્ય પુખ્ત વ્યક્તિઓના સંપર્કને કારણે કોરોનાનું સંક્રમણ લાગતુ હોય છે. ખાસ કરીને બાળકોમાં કોરોનાના જે નવા લક્ષણો જણાય છે તેમાં તાવ આવવો, ઝાડા કે ઉલટી થવાની ઘટના સામે આવી છે. જો આપના બાળકોમાં આ પ્રકારના લક્ષણો જણાય તો ઘરેલુ દવા કરતા પૂર્વે તબીબ પાસે દવા લેવી અને તેમની સલાહ લેવી હિતાવહ છે.