ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ, સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 20-21માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો

ગુજરાતે આ પ્રથમ ક્રમ સતત બીજા વર્ષે પણ જાળવી રાખ્યો છે અને 2019-20ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2020-21માં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ,  સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 20-21માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો
Another achievement in Gujarat's pride story, State Food Safety Index ranks first in the entire country in 20-21

ફૂડ સેમ્પલીંગ , ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રેનિંગ અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તાના માપદંડોમાં ગુજરાત અગ્રેસર

ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે 2020-21ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની આ સિદ્ધિ મેળવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાઠવ્યા અભિનંદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમનતંત્ર અને આરોગ્ય વિભાગને આ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે. ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે. તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે.

નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ગુજરાતને અર્પણ કર્યા એવોર્ડ પ્રમાણપત્ર

આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ બધા જ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે.

ગુજરાતે આ પ્રથમ ક્રમ સતત બીજા વર્ષે પણ જાળવી રાખ્યો છે અને 2019-20ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ 2020-21માં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

 

આ પણ વાંચો : Surat: ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં એકસરખા ટેક્સ સ્લેબથી વીવર્સ પર 1,200 કરોડનો બોજો આવવાની સંભાવના

આ પણ વાંચો : ‘લિફ્ટની સાથે સીડીઓ પણ છે’: સોલા સિવિલમાં બંધ લિફ્ટ પર આરોગ્ય પ્રધાનનો જવાબ, જુઓ જનતાની સમસ્યાના શું આપ્યા જવાબ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati