અંકલેશ્વરના ચકચારી ટ્રાવેલ બેગ હત્યાકાંડમાં બાંગ્લાદેશી આતંકી સહીત બે લોકોને મકાન ભાડે આપનાર 2 મકાન માલિકો સામે ગુનો નોંધાયો

અંકલેશ્વર ટ્રાવેલ બેગ હત્યાકાંડમાંમાં સંડોવાયેલા આરોપીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા. મકાન માલિકોએ ભાડુઆતો અંગે પોલીસને જાણ નહિ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી પોલીસે મકાન માલિકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Updated On - 8:35 am, Thu, 22 July 21 Edited By: Ankit Modi
અંકલેશ્વરના ચકચારી  ટ્રાવેલ બેગ  હત્યાકાંડમાં બાંગ્લાદેશી આતંકી સહીત બે લોકોને મકાન ભાડે આપનાર 2 મકાન માલિકો સામે ગુનો નોંધાયો
Police have filed charges against negligent homeowners following the massacre

અંકલેશ્વરની ચકચારી ટ્રાવેલ બેગ હત્યાકાંડમાં બાંગ્લાદેશી ઘુષણખોરોને પોલીસ વેરિફિકેશન વગર મકાન ભાડે આપનાર બે મકાનમાલિકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ બે મકાન માલિકો સામે બાંગ્લાદેશી આતંકવાદી સહીત હત્યાકાંડમાં સંડોવાયેલી મહિલા આરોપીને પોલીસ વેરિફિકેશન વગર ભાડેથી મકાન આપ્યા હતા.

અંકલેશ્વર ટ્રાવેલ બેગ હત્યાકાંડમાંમાં સંડોવાયેલા આરોપીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા. હત્યાના ગુનામાં 3 બાંગ્લાદેશી અને એક સ્થાનિક રીક્ષા ચાલક ઝડપાયા હતા. છેલ્લા 10 થી 12 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ રહેતા બાંગ્લાદેશીઓની તપાસમાં અજોમ સમસુ આયનુદીન શેખ બાંગ્લાદેશી આતંકવાદી હોવાનો અને 4 હત્યા સહિત બેંક લૂંટ અને અનેક ભાંગફોડ બાંગ્લાદેશમાં કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

હત્યારો અજોમ શેખ અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં સીદીક હાઝી ફકીર મોહમદ કુરેશીના મકાનમાં ભાડેથી રહેતો હતો. જ્યારે મહિલા બાંગ્લાદેશી આરોપી લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા હાલ રહે. મંગલદિપ સોસાયટી મીરાનગર રાજપીપલા રોડ સારંગપુર, અંકલેશ્વર હેમંતભાઈ ઉર્ફે લાલો બંસીલાલ મોદીના મકાનમાં ભાડેથી રહેતી હતી.

બન્ને મકાન માલિકોએ ભાડુઆતો અંગે પોલીસને જાણ નહિ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી પોલીસે મકાન માલિકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાંગ્લા આતંકી સંગઠનના સભ્ય એવા અજોમ શેખની સાથે ગુજરાતમાં અને ભરૂચ તેમજ અંકલેશ્વરમાં પણ અન્ય કોઈ અવેધ રીતે રહેતા બાંગ્લાદેશીઓ સંકળાયેલા છે કે નહીં તેની પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

શું હતો ટ્રાવેલબેગ હત્યાકાંડ?
બાંગ્લાદેશી ઘુષણખોરીનો લીડર અકબર આ ઘુસણખોરોને તેનું કમાણીનું સાધન બનાવવા લાગ્યો હતો અને પોલીસ પાસે પકડાવી દેવાની ધમકી આપી પૈસા પડાવતો હતો.અમદાવાદમાં રહેતા અકબરને પૈસાના બહાને અંકલેશ્વર લેસીના મુલ્લાના ઘરે બોલાવાયો હતો. અહીં ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી અકબરને ખવડાવી બેભાન કરી નખાયો હતો. કમાણીનો મોટો હિસ્સો પડાવી જતા અકબરના ત્રાસનો કાયમી હલ કાઢવા તેની તીક્ષણ હથિયારથી હત્યા કરી નાખી હતી. રોષ હજુ શાંત ન થતા અકબરના શરીરના ૬ ટુકડા કરી નખાયા હતા.ત્રણ ટ્રાવેલ બેગ પૈકી એકમાં બે હાથ , બીજીમાં બે પગ અને ત્રીજી બેગમાં ધડ ભરી અલગ અલગ વિસ્તરમાં બેગ ફેંકી હતી.