અંકલેશ્વરના ભરણ ગામે ખેતરમાં રમતા 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, સારવાર સમયે નિપજ્યું મોત

અંકલેશ્વરના ભરણ ગામે ખેતરમાં રમતા 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, સારવાર સમયે નિપજ્યું મોત

અંકલેશ્વરના ભરણ ગામે ખેતર વિસ્તારમાં મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના પિન્ટુભાઈ વળવી તેની પત્ની સાથે શેરડી કાપવાનું કામ કરી રહ્યાં હતા. એ દરમિયાન તેનું પાંચ વર્ષનો બાળક કિશન ખેતરમાં રમી રહ્યો હતો. ખેતરમાં રમતા બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી ચહેરા અને ગળાના ભાગે કિશનને ઈજાઓ પહોંચી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

લોહીલુહાણ કિશનને લઈને પરિવાર સૌપ્રથમ કોસંબાની આરફ હોસ્પિટલ લઈ ગયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશનને કોસંબાથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આ તરફ રાજ્ય સરકારે મૃતક બાળકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati