ભરતસિંહ જે ઘરમાં યુવતી સાથે રહેતા હતા તે ઘરનું લાઈટ-પાણીનું કનેક્શન કાપી નખાયું, જાણો કોણે કરી કાર્યવાહી

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ હોબાળો બચાવ્યો હતો. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે.

ભરતસિંહ જે ઘરમાં યુવતી સાથે રહેતા હતા તે ઘરનું લાઈટ-પાણીનું કનેક્શન કાપી નખાયું, જાણો કોણે કરી કાર્યવાહી
Builder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 6:53 PM

કોંગ્રેસ (Congress) ના નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) નો ગતરાતેએ પત્ની સાથે ઝઘડાના વીડિયો (video)  વાયરલની ઘટના બાદ આ ન્યૂઝ તમામ મીડિયામાં વહેતા થઈ ગયા બાદ જે બંગલામાં માથાકુટ થઈ છે તે બંગલાનું લાઇટ અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ભરસિંહ સોલંકી જ્યાં રહેતા હતા તે વિદ્યાનગર રોડ પર આવેલ આશ્રય બંગલોના બિલ્ડર નરેશ રાઠોડે જણાવ્યું હતું કે આ મકાન કોઈ બહેનના નામે ખરીદવામાં આવ્યુ હતું. ભરતસિંહ ઘણી વખત અહીં આવતા હતા. ગત રાતે બનેલી ઘટના પછી આ મકાનનો વીજ પુરવઠો અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. મકાન માલિક દ્વારા યોગ્ય ખુલાસો આપવામાં આવશે પછી જ તેમને ઘરની ચાવી આપવામાં આવશે.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ હોબાળો બચાવ્યો હતો. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે. યુવતિને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે. વાયરલ વીડિયો ગઈકાલનો હોવાની થઈ ચર્ચા ચાલી છે. આ વીડિયોમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબહેન ઘરમાં પ્રવેશે છે અને ભરતસિંહ તેને અટકાવવાની કોશશિ કરી ઝપાઝપી કરે છે, ત્યાર બાદ રેશમાબહેન તેમજ તેમની સાથે રહેલા કેટલાક લોકો ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને યુવતીને માર મારે છે તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ ઝઘડા અંગે રેશમાબહેને જણાવ્યું કે હું કેટલાક દિવસથી મારા પતિને શોધી રહી હતી ત્યારે કાલે મને ખબર પડી કે તે આણંદ-વિદ્યાનગર રોડ પર એક જગ્યાએ એક મહિલા સાથે આઈસ્ક્રીમ ખાવા માટે ગયા હતાં, તેથી હું ત્યાં પહોંચી હતી જ્યાં મેં આ બંનેને સાથે જોયાં હતાં અને પછી મેં તેમનો પીછો કર્યો અને તેઓ આશ્રય સોસાયટી બંગલા નંબર ત્રણમાં જ્યાં રહે છે ત્યાં ગયા અટલે હું તેમની પાછળ ત્યાં ગઈ હતી. હું એમને કહેવા જ ગઈ હતી કે તમે ચાલો, તમે આ રીતે પરસ્ત્રી સાથે રહો નહીં. આપણી આબરુ જાય છે. ભલે તમે છુટાછેટા માટે અરજી કરી છે, પણ આપણે કોમ્પ્રોમાઈઝ કરીને ફરી નવું લગ્ન જીવન શરૂ કરીએ. મારો આશય તેમને લેવા જવાનો જ હતો. હું તેમને લેવા માટે જ ગઈ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બીજી બાજુ  ભરતસિંહ સોલંકીના વીડિયોની ફરિયાદ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પહોંચી છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે. ભરતસિંહ સુધરે નહીં તો રાજકારણ છોડે તેવી પણ ફરિયાદ કરાઈ છે. આ ફરિયાદને પગલે રાહુલ ગાંધીએ ભરતસિંહ સાથે મુલાકાત કરવા ગુજરાતના એક નેતાને આદેશ આપ્યો છે. મુલાકાત બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા પણ રાહુલ ગાંધીએ આદેશ કર્યો છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">