રંગમાં ભંગ ! નવાખલમાં દારૂની પાર્ટીમાં પોલીસની રેડ, 10 મહિલાઓ સાથે 25 નબીરા મહેફિલ માણતા ઝડપાયા

નવાખલના ગ્રીનટોન ફાર્મ હાઉસ (Greenton farm house) ભાડે રાખી પાર્ટી કરવામા આવી રહી હતી.જો કે પોલીસ આવી જતા રંગમાં ભંગ પડ્યો હતો.

રંગમાં ભંગ ! નવાખલમાં દારૂની પાર્ટીમાં પોલીસની રેડ, 10 મહિલાઓ સાથે 25 નબીરા મહેફિલ માણતા ઝડપાયા
Police raid at liquor party in nawakhal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 9:22 AM

આણંદના (Anand)  આંકલાવ પોલીસે નવાખલમાં દારૂની પાર્ટીમાં રેડ પાડી છે. મહેફિલ માણતા 25 જેટલા વ્યક્તિઓની પોલીસે (Anand police) અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 15 પુરૂષ સાથે 10 મહિલાઓ પણ દારૂની પાર્ટીમાં (liquor party) સામેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી મુજબ એક મહિલાના જન્મદિવસ નિમિતે દારૂની પાર્ટી રાખવામાં આવી હતી. નવાખલના ગ્રીનટોન ફાર્મ હાઉસ (Greenton farm house) ભાડે રાખી પાર્ટી કરવામા આવી રહી હતી.જો કે પોલીસ આવી જતા રંગમાં ભંગ પડ્યો હતો.

તમામ નબીરાઓ વડોદરાના રહેવાસી

દારૂબંધીના નિયમો નેવે મુકીને પાર્ટી કરનાર આ તમામ નબીરાઓ વડોદરાના રહેવાસી છે.દારૂના નશામાં ચુર 10 મહિલાઓ સહિત 25 લોકોની પોલીસે અટકાયત કરી છે.તો સાથે જ દારુની 10 બોટલો, 3 ભરેલી, 5 ખાલી 2 અડધી બોટલો પણ જપ્ત કરી છે.પ્રોહીબીશનના ગુના અંતર્ગત આંકલાવ પોલીસે હાલ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ અને હુક્કા પાર્ટી કરતા વીડિયો વાયરલ

બે દિવસ અગાઉ અમદાવાદના વેજલપુર બેઠક માટે જાહેર કરાયેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલ (Kalpesh patel) ઉર્ફ ભોલા ભાઈનો દારી પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો. કલ્પેશ પટેલના દારૂ અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">