AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand : અમેરિકામાં ફરી એક વાર ગુજરાતી વેપારીની હત્યા, કર્મચારીને બચાવવા જતા સોજીત્રાના વ્યક્તિ બન્યા લૂંટારુની ગોળીનો નિશાન

અમેરિકામાં (America) સ્ટોર સેવન ઈલેવનના માલિક પ્રેયસ પટેલ અને અન્ય એક કર્મચારી પર રાત્રે લૂંટારુઓએ ગોળી મારી હતી. જે પછી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ ડબલ હત્યાની તપાસ કરી રહી છે.

Anand : અમેરિકામાં ફરી એક વાર ગુજરાતી વેપારીની હત્યા, કર્મચારીને બચાવવા જતા સોજીત્રાના વ્યક્તિ બન્યા લૂંટારુની ગોળીનો નિશાન
મૃતક પ્રેયસ પટેલ (ફાઇલ ફોટો)
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 17, 2022 | 3:11 PM
Share

અમેરિકામાં (America) વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. વધુ એક ગુજરાતી વેપારી અમેરિકામાં ક્રાઇમનો ભોગ બન્યા છે, મૂળ આણંદ (Anand) જિલ્લાના સોજીત્રાના વતની અને વર્ષોથી વિદ્યાનગરમાં રહેતા પટેલ પરિવારનો પુત્ર પ્રેયશ પટેલ વર્ષોથી અમેરિકાના વર્જિનિયા પ્રાંતમાં સ્થાયી થયેલા હતા. જ્યા તેઓ એક સેવન ઇલેવન નામનો સ્ટોર ચલાવતા હતા. ગુરુવારે સાંજના સમયે લૂંટના (Robbery) ઇરાદે આવેલ એક વ્યકિતએ સ્ટોરના માલિક પ્રેયશ પટેલ અને તેમના કર્મચારીની ગોળી મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે.

કેવી રીતે બની સમગ્ર ઘટના

અમેરિકામાં સ્ટોર સેવન ઈલેવનના માલિક પ્રેયશ પટેલ અને અન્ય એક કર્મચારી પર રાત્રે લૂંટારુઓએ ગોળી મારી હતી. જે પછી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ ડબલ હત્યાની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સ્થાનિક મીડિયા સમક્ષ આપેલી માહિતી અનુસાર, કિલન ક્રીક પાર્ક વેના 1400 બ્લોકમાં ગુરુવારે રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ CCTVમાં જોઈ છે. આ ઘટના સ્થળ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે. જ્યાં આસપાસના લોકોની પુછપરછમાં કોઈ અજાણ્યા લૂંટારૂ દ્વારા સેવન ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિઓની ગોળી મારી હત્યા કરી દીધા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ઘટનામાં સ્થાનિક પોલીસે ઝીણવપૂર્વક તપાસ હાથ ધરી છે

ઘટના અંગે સ્થાનિક પોલીસ વડાએ કહ્યું હતું કે, જ્યારે પોલીસ પહોંચી, ત્યારે લૂંટારૂએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયું હોવાનું ડોકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનુ ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનું મૃત્યુ થયું હતું. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરુ કરી દેવામાં આવ્યો છે.

પ્રેયસના પરિવારજનો અમેરિકા જવા રવાના

મૃતક પ્રેયશ પટેલના સ્ટોર પર નોકરી કરતા વ્યક્તિએ કહ્યું કે, પ્રેયશ પટેલ ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા. જેમણે સમાજ માટે શક્ય તેટલું બધું કર્યું. પોતાના કર્મચારીને બચાવવા જતા તે મૃત્યુ પામ્યા હતા. તે સમાજમાં દરેક વ્યકતિનો આદર કરતા હતા અને અહીં આસપાસના દરેક વ્યક્તિ તેનો આદર કરે છે, તે માણસ સાથે આવું થવાનું કોઈ કારણ ન હતું. હાલમાં તો સ્થાનિક પોલીસ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબ્જે લઇ તેની બારીકાઇથી તપાસ કરી રહી છે. બીજી તરફ પ્રેયશ પટેલના પરિવારના કેટલાક સભ્યો અમેરિકામાં યોજાનાર પ્રેયસ પટેલની અંતિમવિધીમાં ભાગ લેવા રવાના થયા છે.

વર્ષ 2015-16માં સૌથી વધારે ચરોતરના નાગરિકોની હત્યાં થઇ

1) 15 ફેબ્રુઆરી, 2015: અમેરિકાના ઇવિગ્ટન શહેરના લીકર શોપમાં ઉત્તરસંડાના 28 વર્ષના અમિત પટેલ પર અજાણ્યાં લોકોએ કરેલાં ગોળીબારથી મૃત્યુ નીપજ્યું હતું.

2) 21 માર્ચ, 2015: USનાં નોર્થ કેરોલિનામાં સામરખાના 45 વર્ષીય આશિષ પટેલ પર ફાયરીંગ, સારવાર દરમિયાન મોત

3) 7 એપ્રિલ, 2015 : અમેરિકાના ફોર્બ્સ એવેન્યુ ખાતે બોરસદના 39 વર્ષીય સંજય પટેલ પર થયેલા ફાયરિંગમાં મોત

4) 20 એપ્રિલ, 2015 : UKના ડિટેન્શન સેન્ટરમાં પેટલાદના ભવાની પુરાના 33 વર્ષીય પિનાકીન પટેલનું શંકાસ્પદ મોત

5) 30 એપ્રિલ, 2015 : USના ટેક્સાસમાં સ્ટોર પર 50 વર્ષીય મૃદુલાબેન પટેલ પર ફાયરીંગ, સારવાર દરમિયાન મોત

6) 30 જૂન, 2015 : જર્મનીમાં હેમ્બર્ગ સીટીમાં આવેલી TUHH યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નડિયાદના અંકુર માંડલનું હોસ્ટેલના બાથરૂમમાં શંકાસ્પદ મોત

7) 16 ઓગસ્ટ : USના સાઉથ કરોલિનાની મોટેલમાં અજાણ્યા શખ્સે કરેલા ફાયરીંગમાં સોજિત્રાના કાસોરના વતની કાંતિભાઈ પટેલ અને હંસાબેન પટેલનું મોત

8) 7 સપ્ટેમ્બર,2015 : દક્ષિણ આફ્રિકામાં 35 વર્ષીય યુવક બિરેન નવીનદાસ પટેલની ગોળી મારી હત્યા

9) 26 ઓક્ટોબર, 2015: અમેરિકામાં સારસાના આધેડ અશ્વિનભાઈ પટેલની ત્રણ ગોળી મારી હત્યા

10) 13 જાન્યુઆરી,2016: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામના વતની અને અમેરિકાના વર્જીનિયામાં સ્થાયી થયેલા હર્ષદ પટેલની તેમના જ સ્ટોર પર કોઇ અજાણ્યા ઇસમોએ ફાયરીંગ કરતા હર્ષદભાઇનું સારવાર દરમિયાન મોત

11) 30 જાન્યુઆરી ,2016: આણંદ જિલ્લાના ઉમરેઠના વતની અને અમેરિકાના કેલીફોર્નીયામાં સ્થાયી થયેલા મિતેશ પટેલની તેમના જ સ્ટોર પર કોઇ અજાણ્યા ઇસમોએ ફાયરીંગ કરતા મીતેશભાઇનું સારવાર દરમિયાન મોત

g clip-path="url(#clip0_868_265)">