ગુજરાતના ખેડૂતોને ખારાશવાળી જમીનમાંથી મળશે હવે છૂટકારો, જાણો કેવી રીતે અને ક્યાં મળશે મદદ?

આણંદ જીલ્લાના મહીસાગર નદીના કાંઠાગારામાં આવેલ ૨૦ કરતાં વધારે ગામના ખેડૂતોના ખેતરમાં ખારાશ પ્રસરી ગઈ છે. હવે જે પણ ખેડૂતોના ખેતરમાં ખારાશનું પ્રમાણ વધુ હશે અને જો તેમને પોતાના ખેતરની જમીન નવસાધ્ય કરવી હશે તો તેમને આણંદ કૃષિ યુનિવર્સિટીના વેજ્ઞાનિકો દ્વારા મદદ મળી રહેશે. TV9 Gujarati   Web Stories View more 30 લાખની હોમ લોન […]

ગુજરાતના ખેડૂતોને ખારાશવાળી જમીનમાંથી મળશે હવે છૂટકારો, જાણો કેવી રીતે અને ક્યાં મળશે મદદ?
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 05, 2019 | 2:21 PM

આણંદ જીલ્લાના મહીસાગર નદીના કાંઠાગારામાં આવેલ ૨૦ કરતાં વધારે ગામના ખેડૂતોના ખેતરમાં ખારાશ પ્રસરી ગઈ છે. હવે જે પણ ખેડૂતોના ખેતરમાં ખારાશનું પ્રમાણ વધુ હશે અને જો તેમને પોતાના ખેતરની જમીન નવસાધ્ય કરવી હશે તો તેમને આણંદ કૃષિ યુનિવર્સિટીના વેજ્ઞાનિકો દ્વારા મદદ મળી રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આણંદ જિલ્લાના નદીકાંઠાના 20 ગામોનો પટ ક્ષારયુક્ત થઇ જતાં પાણી જમીનમાં ઉતરતા કાંઠા ગારાના ગામોની જમીન પણ ખારી થઇ જવા પામી છે.જોકે આજ દીન સુધી ખેડૂતોને પોતાની જમીનોમાં ખારાશને કારણે જમીનમાં કયા તત્વોની ઉણપ છે અને કયા પોષક તત્વોની જરૂરીયાત છે તેની કોઈ માહિતી ખેડૂતોને મળી શકતી ન હતી. હવે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના સહયોગથી ૨ કરોડ ૮૮ લાખના ખર્ચે ‘લેબોરેટરી ફોર માઈક્રો ન્યુટ્રીયન્ટ સોઇલ એન્ડ વોટર ટેસ્ટીંગ લેબનું લોકાર્પણ કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું ,જેમાં સમગ્ર રાજ્યના ખેડૂતો પોતાની જમીનના પાણી અને જમીનના નમૂનાનું પૃથક્કરણ કરાવી શકશે. આ લેબના વેજ્ઞાનિકો દ્વારા ખેડૂતોની જમીન અને પાણીની ચકાસણી કર્યા બાદ ખેડૂત ઉપયોગી સલાહ પણ આપવામાં આવશે.

આંકલાવ અને બોરસદ તાલુકામાં મહિ નદીના કાંઠા ઉપર ઉમેટા, ખડોલ (હ), નાની સંખ્યાડ, મોટી સંખ્યાડ, ચમારા, બામણગામ, ગંભીરા, માનપુર, જિલોડ, કોઠીયાખાડ, નાની શેરડી, મોટી શેરડી સહિત 20 ગામો આવેલા છે. છેલ્લા કેટલાક વર્ષોથી દરરોજ ખંભાતના અખાતના પાણી ભરતી સમયે ઉમેટા પાસે આવેલ સિંઘરોટ આડબંધ સુધી ધસી આવે છે. જેના કારણે આ ગામોની જમીનમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે. આ જમીનમાં સુધારો કેવી રીતે લાવવો તે આણંદની કૃષિ યુનિવર્સિટીની હાઈટેક લેબ દ્વારા સરળતાથી જાણી શકાશે.

રાજ્યમાં ઘણા એવા પણ ધરતીપુત્રો છે જેમને પોતાના ખેતરમાં રહેલ પાકમાં કયા ખતરો કેટલા પ્રમાણમાં નાખવા તેની કોઈ માહિતી નથી અને એગ્રોની દવાઓ વેચતા દુકાનદારો દ્વારા માત્ર પોતાનું હિત જોઈને ખેડૂતોને દવાઓના ખોટા ખર્ચ કરાવતા હોય છે હકીકતમાં ખેતરમાં પાક નિષ્ફળ જવાના ઘણા કારણો હોય છે, પણ ખેડૂતો તેનાથી માહિતગાર ન હોવાને કારણે આર્થિક રીતે પાયમાલ થતા હોય છે. માત્ર આણંદ જિલ્લાના જ નહીં પણ આખા રાજ્યના ખેડૂતો આ સુવિધાનો લાભ લઈને પોતાની જમીનનું નિરીક્ષણ આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે નવી બનેલી સોઈલ લેબોરેટરીમાં કરાવી શકશે.

[yop_poll id=1112]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">