ઇરમાના પદવીદાનમાં વિદ્યાર્થીઓને અમિત શાહની શીખઃ ગ્રામિણ વિકાસ માટે કામ કરજો, ગામડાં સમૃદ્ધ થશે તો દેશ આત્મનિર્ભર બનશે

ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (ઇરમા)નું સંચાલન વ્યાવસાયિક મેનેજમેન્ટ મારફતે સમાજના વંચિત વર્ગોની સેવા કરવાના સપનાં દ્વારા થાય છે. ઇરમા રુરલ મેનેજમેન્ટ માટે કાર્યબળને વિકસાવવાની દિશામાં સતત નવા-નવા પ્રયત્નો કરી રહી છે.

ઇરમાના પદવીદાનમાં વિદ્યાર્થીઓને અમિત શાહની શીખઃ ગ્રામિણ વિકાસ માટે કામ કરજો, ગામડાં સમૃદ્ધ થશે તો દેશ આત્મનિર્ભર બનશે
Amit Shah at IRMA
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 12, 2022 | 12:58 PM

ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA/ઇરમા)ના 41મા પદવીદાન સમારંભમાં 251 વિદ્યાર્થીઓને રુરલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લામા ઇન મેનેજમેન્ટ (PGDM)ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સમારંભ રવિવારના રોજ આણંદ (Anand) ખાતે ઇરમાના કેમ્પસમાં યોજાયો. કેન્દ્રીય ગૃહ મંત્રી (Union Home Minister) માનનીય અમિત શાહ (Amit Shah) કે જેઓ કેન્દ્રીય સહકાર મંત્રી પણ છે, તેઓ આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. આણંદમાં IRMAના પદવીદાન સમારોહમાં અમિત શાહે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે ગામડાઓ સમૃદ્ધ થશે તો દેશ આત્મનિર્ભર બનશે. ગ્રામિણ વિકાસ માટે કામ કરજો.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (ઇરમા)નું સંચાલન વ્યાવસાયિક મેનેજમેન્ટ મારફતે સમાજના વંચિત વર્ગોની સેવા કરવાના સપનાં દ્વારા થાય છે. સરકાર સમાવેશી વિકાસ પર વધુને વધુ ધ્યાન આપી રહી હોવાથી અને ભારતના ગ્રામ્ય વિસ્તારો માટે સમાન તકોની રચના કરી રહી હોવાથી ઇરમા રુરલ મેનેજમેન્ટ માટે કાર્યબળને વિકસાવવાની દિશામાં સતત નવા-નવા પ્રયત્નો કરી રહી છે. તેની સ્થાપના થયાંનાં ચાર દાયકાથી પણ વધારે સમયથી ઇરમાએ રુરલ મેનેજમેન્ટના પ્રોફેશનલોને સઘન ફીલ્ડવર્ક દ્વારા વંચિત સમુદાયોની સામાજિક-આર્થિક વાસ્તવિકતાના દર્શન કરાવી આ પ્રોફેશનલો માટે એક સાનુકૂળ વાતાવરણનું સર્જન કર્યું છે.

સરકાર, બિન-સરકારી સંગઠનો, આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થાઓ તેમજ કૉર્પોરેટ અને ફૉર-પ્રોફિટ સંસ્થાઓ સાથેના તેના તાદાત્મ્યને કારણે વિદ્યાર્થીઓને શીખવા, સંશોધન કરવા તેમજ જમીન પરના વાસ્તવિક પ્રોજેક્ટ્સના અનુભવોનું અમલીકરણ કરવા માટે એક આદર્શ ઇકોસિસ્ટમ પ્રાપ્ત થઈ શકી છે. ઇરમાના ચેરમેન દિલીપ રથ દ્વારા પદવીદાન સમારંભને ખુલ્લો મૂકાવાની જાહેરાત કરવામાં આવતાં આ સમારંભનો શુભારંભ થયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પદવીદાન સમારંભ દરમિયાન પીજીડીએમ (આરએમ) ગ્રેજ્યુએટ અવિનીશ અરોરાને શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ કુચીભોટલા વાસંતી ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત પુરસ્કારની સ્થાપના આજથી 25 વર્ષ પહેલાં પીજીડીએમ (આરએમ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થિની સ્વ. સુશ્રી કુચીભોટલા વાસંતીના નામે કરવામાં આવી હતી, જેમનું વર્ષ 1997માં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું.

દિલીપ રથે ઇરમા અને રુરલ મેનેજમેન્ટના ક્ષેત્રના મહત્ત્વ પર તથા સૌ કોઈ માટે સમાવેશી વિકાસની ભારતની યાત્રામાં આ સંસ્થાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. દિલીપ રથે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘ઇરમા ગ્રામ્ય વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સહકારી સેક્ટરમાં મેનેજમેન્ટનું શિક્ષણ આપવા માટેના સેન્ટર ફૉર એક્સીલેન્સ તરીકે ખૂબ જ સારી સ્થિતિમાં છે. આથી, હું માનનીય કેન્દ્રીય સહકાર મંત્રીને વિનંતી કરું છું કે, ઇરમાને સહકારી મંડળીઓ માટેની એક કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે સ્થાપવામાં આવે, જેના માટેનો એક પ્રસ્તાવ પણ સોંપવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">