સરકાર પર્યાવરણની જાળવણીની સાથે સમતોલ વિકાસનું કાર્ય કરી રહી છે : વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા

મંત્રી રાણાએ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવા માટે સ્થપાયેલા આ પ્લાન્ટના શુભારંભ બદલ અભિનંદન પાઠવી સમાજના સંતુલીત વિકાસ માટે પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતુ.

સરકાર પર્યાવરણની જાળવણીની સાથે સમતોલ વિકાસનું કાર્ય કરી રહી છે :  વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા
government is working for balanced development while maintaining the environment: Minister Kirit Singh Rana
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 06, 2022 | 5:09 PM

આણંદ જિલ્લાના વડગામ ખાતે રાજયના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેકશન સર્વિસ લીમીટેડના સીકયુરેડ લેન્ડફિલ સાઈટનો (Secured landfill site)ઉદ્દઘાટન (Inauguration) કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ (Kirit Singh Rana)વડગામ ખાતે પર્યાવરણને શુધ્ધ કરવાના નવા આયામનો આજે શુભારંભ થઈ રહયો છે, તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી થાય તે માટેના સંનિષ્ઠઔ પ્રયાસો કર્યા હતા, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવીને રાજયમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપી પર્યાવરણની જાળવણીની સાથે ગુજરાતના સમતોલ – સમાન વિકાસનું કાર્ય કર્યું છે.

આજે સમગ્ર દેશ – દુનિયા સમક્ષ ગ્લોબલ વોર્મિગની સમસ્યા વિકટ બની છે, જો પર્યાવરણ જ શુધ્ધ નહી હોય તો આપણી ભાવી પેઢીને બહું મોટું નુકશાન થશે, તેમ જણાવી મંત્રી રાણાએ કહયું હતુ કે, પર્યાવરણની જાળવણી એ વ્યક્તિની નૈતિક જવાબદારી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મંત્રી રાણાએ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવા માટે સ્થપાયેલા આ પ્લાન્ટના શુભારંભ બદલ અભિનંદન પાઠવી સમાજના સંતુલીત વિકાસ માટે પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતુ. તેમણે આ તકે સરકારની સાથે ઔદ્યોગિક ગૃહોને પણ પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃત બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય મયૂર રાવલે ઔદ્યોગિક ગૃહો સ્થાપવા માટે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભૂ કરવા માટે રસ્તા – પાણી અને વીજળી એ અગત્યના પરિબળો છે, તેમ જણાવી ખંભાતના આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા રસ્તાના કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું કહયું હતુ.

તેમણે દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા ચેકડેમોના કારણે તેની આસપાસના વિસ્તારના ગામોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બની છે, જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતો બે-બે પાકો લેતા થયાં છે તેમ પણ ઉમેર્યું હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ એ. વી. શાહે તેમજ કંપનીના સર્વ ડો. પારસ શાહ, અનિષ પટેલ, એહમદ લાકડીયા તેમજ પ્રાંજલ જૈને પ્રસંગિક ઉદ્દબોધન કર્યા હતા.

વડગામ ખાતે યોજાયેલા હિન્દુસ્તાન એન્વિરો લાઈફ પ્રોટેકશન સર્વિસ લીમીટેડના સીકયુરેડ લેન્ડફિલ સાઈટના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ખંભાતના પ્રાંત અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સહિતના આગેવાનો, કંપનીના પદાધિકારીઓ તેમજ આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહયાં હતા.

આ પણ વાંચો : Ahmedabad: હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસનો આઇડીયા સાકાર થયો, ભીખ માગતા ગરીબ બાળકોને શિક્ષણ આપવા સિગ્નલ સ્કૂલો શરૂ કરાઈ

આ પણ વાંચો : Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">