જળબંબાકાર : બોરસદ તાલુકામાં આભ ફાટ્યુ, 24 કલાક બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી

બોરસદ તાલુકામાં 12 ઈંચ વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે સીસ્વા અને કંસારી ગામ વધારે પ્રભાવિત થયા છે.

જળબંબાકાર : બોરસદ તાલુકામાં આભ ફાટ્યુ, 24 કલાક બાદ પણ નથી ઓસરી રહ્યા પાણી
Flood situation in sisva village
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 02, 2022 | 2:06 PM

સમગ્ર ગુજરાતમાં(Gujarat) હાલ વરસાદી માહોલ જામ્યો છે.ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી (Rain) ઝાપટાં પડ્યાં છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની(heavy Rain) આગાહી કરી છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં(Saurashtra) ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.બોરસદ તાલુકામાં 12 ઈંચ વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જ્યાં જુઓ ત્યાં બસ પાણી-પાણી.જેમાં સૌથી વધારે સીસ્વા અને કંસારી ગામ વધારે પ્રભાવિત થયા છે.24 કલાક બાદ પણ કેડસમા પાણી છે.તો ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકશાન થયુ છે.

સીસ્વામાં આકાશી આફત વરસી

બોરસદ તાલુકાનુ સીસ્વા ગામ (Sisva village) હાલ બેટમાં ફેરવાયુ છે,ત્યારે વરસાદની આગાહીને (Rain Forecast) પગલે તંત્ર દ્વારા 250 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.અહી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.ઘર હોય કે દુકાન,ખેતર હોય કે ગામની ભાગોળ.સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તા પર નદીઓ વહી રહી છે.તો ગ્રામજનોએ પોતાના ઘરો પર આશરો લેવાની ફરજ પડી છે.નાગરિકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પારાવાર નુકસાન સર્જાયુ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati