ભરતસિંહની પત્નીએ કહ્યુ કે મને ખબર છે સામી ચૂંટણીએ પક્ષની ઈજ્જત જઈ રહી છે, પક્ષના મોવડીઓએ તેમને સમજાવીને ઘરે લાવવાની જરૂર
રેશમાબહેને જણાવ્યું કે ભલે તમે છુટાછેટા માટે અરજી કરી છે, પણ આપણે કોમ્પ્રોમાઈઝ કરીને ફરી નવું લગ્ન જીવન શરૂ કરીએ. મારો આશય તેમને લેવા જવાનો જ હતો. હું તેમને લેવા માટે જ ગઈ હતી.
કોંગ્રેસ (Congress) ના નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) એક યુવતિ સાથે રહેતા હોવાથી તેમની પત્ની રેશમાબહેને હોબાળો બચાવ્યો હતો જેનો વીડિયો (video) વાયરલ થયો છે. વીડિયોમાં ભરતસિંહ અને રેશમાબહેન ઝપાઝપી કરતા અને રેશમાબહેન એક યુવતીને માર મારતા જોવા મળે છે. આ સમગ્ર બાબતે TV9 દ્વારા રેશમાબેનનો સંપર્ક કરીને જાણવાની કોશઇશ કરાઈ હતી કે ખરેખર મામલો શું હતો.
આ અંગે રેશમાબહેને જણાવ્યું કે હું કેટલાક દિવસથી મારા પતિને શોધી રહી હતી ત્યારે કાલે મને ખબર પડી કે તે આણંદ-વિદ્યાનગર રોડ પર એક જગ્યાએ એક મહિલા સાથે આઈસ્ક્રીમ ખાવા માટે ગયા હતાં, તેથી હું ત્યાં પહોંચી હતી જ્યાં મેં આ બંનેને સાથે જોયાં હતાં અને પછી મેં તેમનો પીછો કર્યો અને તેઓ આશ્રય સોસાયટી બંગલા નંબર ત્રણમાં જ્યાં રહે છે ત્યાં ગયા અટલે હું તેમની પાછળ ત્યાં ગઈ હતી. હું એમને કહેવા જ ગઈ હતી કે તમે ચાલો, તમે આ રીતે પરસ્ત્રી સાથે રહો નહીં. આપણી આબરુ જાય છે. ભલે તમે છુટાછેટા માટે અરજી કરી છે, પણ આપણે કોમ્પ્રોમાઈઝ કરીને ફરી નવું લગ્ન જીવન શરૂ કરીએ. મારો આશય તેમને લેવા જવાનો જ હતો. હું તેમને લેવા માટે જ ગઈ હતી.
ત્યાં થયેલા ઝઘડા વિષે રેશમાબહેને જણાવ્યું કે ત્યાં તેમણે મને કહ્યું કે માટે છુટા છેડા આપવા છે અને આ મહિલા સાથે લગ્ન કરવા છે ત્યાર બાદ તું અહીં આવી જ કેમ, તેમ કહીને થોડી ઝપાઝપી થઈ તેનાથી બીજું કોઈ કારણ નથી. રેશમાબહેને ન્યાયતંત્ર વિષે કહ્યું કે ન્યાય તંત્રની ખુબ ખુબ આભારી છું. કોર્ટની દરમિયાનગીરીથી જ મને આ બંગલો રહેવા માટે મળ્યો છે. મને રહેવાનું મળી ગયું છે. તેઓને મારા ખાવા પીવાનું કોઈ ટેન્શન નથી કે અન્ય કોઈ જવાબદારી પૂરી કરતા નથી, જે તેમની ફરજમાં આવે છે. હજુ પણ હું તેમની કાયદેસરની પત્ની જ છું, પણ હજુ સુધી મારા ભરણ પોષણ વિષે વિચારતા નથી અને પર સ્ત્રી સાથે રહે છે.
મને કોર્ટની મહેબાનીથી રહેવા માટે આ બંગલો મળી ગયો છે પણ મારે ખાવું છું. મારી પાસે કશું જ નથી. તેઓ મારી કોઈ જરીરિયાત પૂરી કરતા નથી. અને પેલી છોકરી સાથે ઐયાશી કરે તે એક પત્ની કઈ રીતે ચલાવી લે. તેણે એ છોકરીને બંગલો લઈ આપ્યો છે. કાર લઈ આપી છે બાકી એ છોકરીની કેપેસીટી નથી કે તે ઘર ખરીદી શકે કે તેના બાપ પાસે એટલા પૈસા નથી. તો હું તો કાયદેસરની તેમની પત્ની છું. તો મારો હક તો માગું ને. તેથી કાલે રાત્રે હું તેમને લેવા ગઈ હતી.
રેશમાબેને કહ્યું કે કોંગ્રેસ મોવડીમંડળ તેમને સમજાવે કે તે ઘરે પાછા આવે કારણે કે આવું કરવાથી પક્ષની પણ આબરુ જાય છે. આ માણસના વ્યભિચારને લીધે પક્ષને નુકસાન થઈ રહ્યું છે. હવે ઇલેક્શન પણ માથે છે, હું બધું જ સમજું છું, પણ કોઈ એમને પક્ષમાંતી કોઈ સમજાવતું નથી એટલે હું જાતે તેમને લેવા માટે ગઈ હતી.