Anand : દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા કરમસદ પહોંચી, સરદાર ભૂમિની માટી લેવામાં આવી

Anand : કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદાના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા દેશના જુદા જુદા રાજ્યોમાંથી શરુ થઇ છે. જેના ભાગરૂપે દાંડીથી ગઈકાલે નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આજે સરદાર પટેલના માદરે વતન કરમસદ ખાતે આવી પહોંચી હતી.

Anand : દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા કરમસદ પહોંચી, સરદાર ભૂમિની માટી લેવામાં આવી
મિટ્ટી સત્યાગ્રહ યાત્રા
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 6:43 PM

Anand : કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદાના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા દેશના જુદા જુદા રાજ્યોમાંથી શરુ થઇ છે. જેના ભાગરૂપે દાંડીથી ગઈકાલે નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આજે સરદાર પટેલના માદરે વતન કરમસદ ખાતે આવી પહોંચી હતી. જ્યાં સરદાર પટેલના ઘર આંગણાની માટી લેવામાં આવી હતી.

દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આણંદના કમસદ ગામે આવી પહોંચી હતી. આ યાત્રામાં ગામે ગામથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે. ત્યારે કરમસદ સરદાર પટેલના ઘરે આવેલ આ મીટ્ટી સત્યાગ્રહના યાત્રીકોએ સરદાર પટેલની અખંડ જ્યોતના દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ, હરિયાણા તથા અન્ય રાજ્યના ખેડૂતો દિલ્લી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જેમાં ઘણા ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ પણ ગુમાવ્યો છે. અને તેમની યાદમાં કિસાન સ્મારક બનવવા માટે દેશના તમામ રાજ્યોમાંથી માટી એક્ત્ર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે. જેને લઇ આજ રોજ કરમસદ સરદાર પટેલના ઘર આંગણાની માટી લેવા યાત્રીકો આવી પહોંચ્યા હતા. જે કરમસદથી અમદાવાદ ખાતે જશે. ત્યાર બાદ આ માટી દિલ્લી ખાતે મોકલવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">