Anand: બોરસદના દેદરડા ગામે શૌચાલયની જમીન પરથી માટી ખોદવાનું શરૂ કરાતાં સ્થાનિકોનો વિરોધ

રેલવે લાઈન માટે માટી જરૂરી હોવાથી તેના માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. કંપની દ્વારા આ ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 4:35 PM

આણંદ (Anand) ના બોરસદ (Borsad) તાલુકાના દેદરડા ગામે સ્થાનિકોએ માટી ખોદકામની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે, શૌચાલય બનાવવા માટે ફાળવાયેલી જમીનમાંથી માટીનું ખોદકામ થઈ રહ્યું છે. એટલું જ નહીં આ ખોદકામથી આસપાસના ખેતરોને પણ નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, જિલ્લા કલેક્ટરે યોગ્ય તપાસ વગર જ ખોદકામને મંજૂરી આપી દીધી છે. ખોદકામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગણી કરી છે. સાથે જ જો કામગીરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

આણંદ જિલ્લાના દેદરડા ગામમાં ગોચર પાસે આવેલી જમીનની શોચાલય માટે ફાણવણી કરવામાં આવેલી છે. આ જગ્યા પર શૌચાલયનું બાંધકામ તો શરૂ થયું નથી પણ આ ફાળવણી કરેલી જમીનમાંથી માટીનું ખોદકામ થઇ રહ્યું છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. કંપની દ્વારા રેલવે લાઈન માટે માટી જરૂરી હોવાથી તેના માટે આ ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહત્ત્વની વાત છે તે શૌચાલય માટે નીમ કરેલી જમીનમાંથી માટી ખોદકામ માટે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જ પરવાનગી આપવામાં આવી છે. બોરસદ મામલતદાર દ્વારા જિલ્લા કલેકટરને અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના જ માટી ખોદકામની મંજૂરી આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ સાથે તાત્કાલિક આ માટીના ખોદકામને બંધ કરી દેવામાં આવે તેવી માગણી કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">