ANAND : અમૂલ ડેરી દ્વારા શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન

ANAND : આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવી પડેલ કોરોના મહામારીને કારણે વિકટ પરિસ્થિતિ છે. ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં લઈ ઓક્સિજનને કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે નહીં

ANAND : અમૂલ ડેરી દ્વારા શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન
ઓક્સિજન પ્લાન્ટનું ઓપનિંગ

ANAND : આણંદ, ખેડા તથા મહીસાગર જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવી પડેલ કોરોના મહામારીને કારણે વિકટ પરિસ્થિતિ છે. ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં લઈ ઓક્સિજનને કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે નહીં, તે માટે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના હસ્તે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું . આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, જી.સી.એમ.એમ.એફ.ના એમ.ડી. ડૉ.આર.એસ.સોઢી, અમૂલ ડેરીના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, એમ.ડી. અમિત વ્યાસ, અમૂલ ડેરીના નિયામક મંડળના સભ્યશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યુ કે ઓક્સિજન ઉત્પાદન કરવા માટેનો આ પ્લાન્ટ અંદાજીત ૪૫ લાખ રૂપિયા ખર્ચે માત્ર એક જ અઠવાડિયામાં સ્થાપિત કરી કાર્યરત કરેલ છે. આ પ્લાન્ટનું એરકોમ્પ્રેસર બેલ્જીયમ અને તેમાં વપરાતું મેમરેન ફ્રાન્સથી આયાત કરવામાં આવેલ છે.

હવામાં ૨૧% ઓક્સિજન અને ૭૮% નાઈટ્રોજન હોય છે તો આ હવાને એરકોમ્પ્રેસરની મદદથી મેમરેન દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. ફિલ્ટર થયેલ ઓક્સિજન ૯૩% જેટલો શુદ્ધ હોય છે. આ સ્થાપિત પ્લાન્ટમાં દૈનિક ૬૦ થી ૭૦ ઓક્સિજન સિલેન્ડરના બરાબર ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે સીધેસીધું હોસ્પિટલની મેઈન લાઇન સાથે જોડવામાં આવેલ છે. જેનાથી હોસ્પિટલ દીઠ દૈનિક ૬૦ થી ૭૦ જેટલા દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત પૂરી થશે.

આમ અમૂલ ડેરી દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં કોરોના મહામારી સામે લડવામાં સામાજીક ફરજ અદા કરેલ છે.