Anand: સારસા ખાતે આરોગ્ય મેળા જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ, મેળાનો લાભ લેવા નાગરિકોને કલેક્ટરની અપીલ

દક્ષિણીએ (District Collector Manoj Dakshini) જિલ્લામાં બ્લોક સ્તરે આરોગ્ય મેળાઓ યોજીને આરોગ્યલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજીને નાગરિકોને અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવવાની દિશામાં આ નવતર પહેલ હોવાનું જણાવી

Anand: સારસા ખાતે આરોગ્ય મેળા જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ, મેળાનો લાભ લેવા નાગરિકોને કલેક્ટરની અપીલ
Anand: Health fair at Sarsa started by the District Collector
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 18, 2022 | 5:38 PM

Anand: જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ (District Collector Manoj Dakshini)સમગ્ર રાજયમાં આજથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સ્વસ્થ બનાવવાના આહવાનના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા યોજાઇ રહેલ રાજય વ્યાપી આરોગ્ય મેળાઓ (Health fair) અંતર્ગત આણંદ જિલ્લામાં સારસા ખાતેથી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવતાં આરોગ્ય મેળાઓ નાગરિકો માટે નિરોગી જીવન શૈલી અને રોજિંદા જીવનમાં ફેરફારો માટે ઉપકારક સાબિત થશે તેમ જણાવી જિલ્લામાં યોજાઇ રહેલ આરોગ્ય મેળાઓનો લાભ લેવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.

દક્ષિણીએ જિલ્લામાં બ્લોક સ્તરે આરોગ્ય મેળાઓ યોજીને આરોગ્યલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજીને નાગરિકોને અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવવાની દિશામાં આ નવતર પહેલ હોવાનું જણાવી આ આરોગ્ય મેળા દરમિયાન આયુષ્યમાન ભારત ડિજીટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ કાર્ડ બનાવવાની કામગીરી, પી.એમ.જે.એ.વાય. કાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દક્ષિણીએ વધુમાં આ આરોગ્ય મેળાઓ દરમિયાન જુદા જુદા પ્રકારના ચેપી અને બિનચેપી રોગો સંદર્ભે અટકાયતી પગલાંથી નાગરિકોને માહિતગાર કરવામાં આવશે. જયારે તજજ્ઞો દ્વારા તપાસ, સારવાર, દવા, લેબોરેટરી, આયુર્વેદિક દવાઓ, ટી.બી. જનજાગૃતિ, અંગદાન-મહાદાન, મેલેરિયા, કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓની કામગીરી-તપાસ કરવાની સાથે જાણકારી આપવાની અને નાગરિકોમાં આરોગ્ય પ્રતિ જનજાગૃતિ કેળવાય તે માટેની કામગીરી કરવામાં આવનાર હોઇ નાગરિકોએ તેનો મહત્તમ લાભ લેવો જોઇએ તેમ જણાવ્યું હતું.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

અત્રે ઉલ્લેખનીય છે કે, સારસા ખાતેથી પ્રારંભ થયેલ આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજર રહ્યા હતા તેમાં પણ ખાસ કરીને ૨૫૦થી વધુ સગર્ભા માતાઓએ આરોગ્ય મેળામાં હાજર રહીને તપાસ કરાવી જરૂરી સારવાર મેળવી આરોગ્ય મેળાનો લાભ લેવા અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી. કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મહાનુભાવોના હસ્તે આરોગ્યની સહાય મેળવનાર ચાર લાભાર્થીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.

લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે છે. પ્રારંભમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.વિન્સન્ટ ક્રિશ્ચિયને સૌનો આવકાર કરતા રાજય સરકાર દ્વારા યોજવામાં આવેલ આરોગ્ય મેળાનો હેતુ સમજાવી સારસા સી.એચ.સી.ખાતે કરવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓની સવિસ્તાર જાણકારી આપી હતી.

જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદિપભાઇ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય હસમુખભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઇ પટેલ, સારસા ગ્રામ પંચાયતના સરપંચ કિરીટભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એમ.ટી.છારી, જિલ્લા મેલેરીયા અધિકારી આલોક કુલશ્રેષ્ઠ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સગર્ભા સ્ત્રીઓ, આરોગ્ય કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ હાજર રહયા હતા.

આ પણ વાંચો :મુંબઈની આરે કોલોનીમાં બે સમુદાયો વચ્ચે અથડામણમાં 8 થી 10 લોકો ઘાયલ, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ST નિગમના કેટલા ડેપોએ Kmpl એવોર્ડ મેળવ્યા

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">