ANAND : બોરસદ કોર્ટે ગેંગસ્ટર રવિ પૂજારીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રવિ પૂજારીના બોરસદ કાઉન્સિલર હત્યાના પ્રયાસ મામલે 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેની સુનાવણીમાં બોરસદ કોર્ટે રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ANAND : બોરસદ કોર્ટે ગેંગસ્ટર રવિ પૂજારીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ANAND: Gangster Ravi Pujari's seven-day remand granted
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:22 PM

ANAND :  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રવિ પૂજારીના બોરસદ કાઉન્સિલર હત્યાના પ્રયાસ મામલે 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેની સુનાવણીમાં બોરસદ કોર્ટે રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ગુજરાતમાં 21 ગુનાનો આરોપી અને દેશ તથા દુનિયામાં પોતાના નામથી ખંડણીનુ નેટવર્ક ચલાવનાર ગેંગસ્ટર રવિ પુજારીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ધરપકડ બાદ રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાંચ 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેમાં બોરસદની કોર્ટે આખરે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના બિઝનેસમેન અને જાણીતી ફિલ્મી હસ્તીઓ પાસેથી ખંડણી માંગનાર તેમજ માનવ તસ્કરી, ડ્રગ્સ તસ્કરી અને હત્યા જેવા અનેક ગુનામાં સંડોવાયેલા અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને ગઇકાલે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે બેંગ્લોરથી ધરપકડ કરીને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રવિ પુજારી હાલ ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં છે ત્યારે આરોપીને ક્રાઇમબ્રાંચને થ્રીલેયર સુરક્ષાનું કવચ પુરુ પાડવામાં આવ્યુ છે. ક્રાઇમબ્રાંચના પીઆઇ હરિત વ્યાસના નેતૃત્વમાં ડોન રવિ પુજારીને અમદાવાદ પોલીસ સુરક્ષા સાથે લાવવામાં આવ્યો હતો. રવિ પુજારીની બોરસદના કાઉન્સિલર પર ફાયરિંગ અને ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે..જે ગુનામાં પોલીસ આજે તેેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

ગેંગસ્ટર ડોન રવિ પુજારી વિરુદ્ધ ગુજરાતમાં બોરસદમાંથી ખંડણી માંગવી, આણંદના અરવિંદ પટેલને ધમકી આપવી, અમુલના MD આર.એસ સોઢીને ધમકી આપીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે. રવિ પૂજારીને બોરસદના ફાયરીંગ કેસમાં બેંગ્લોરથી ધરપકડ કરીને ક્રાઇમબ્રાંચમાં લાવવામાં આવ્યો હતો. રવિ પૂજારીના ઇશારે તેના શુટરો અને સાગરીતોએ વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

બોરસદના ગુનાની વાત કરીએ તો ક્રાઈમ બ્રાંચની ટીમ રિમાન્ડ મેળવ્યા બાદ અલગ અલગ મુદ્દે તપાસ થશે. જેમા ગુજરાતની રાજનિતીથી અંડરવર્લ્ડ ડોન નોં સંપર્ક કોણે અને કેવી રીતે કરાવ્યો. ઉપરાંત રૂપિયા કોણે લીધા કેવી રીતે રવી પુજારી સુધી પહોંચ્યા..હથિયાર કેવી રીતે લાવ્યા તે તમામ કડીઓ મેળવવા માટે ક્રાઈમ બ્રાંચ તેના રિમાન્ડમાં મેળવશે.

આ પણ વાંચો : BANASKATHA : ખેડૂતોએ 3 લાખ 57 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની શક્યતા

આ પણ વાંચો : VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">